સુરતમાં હનીટ્રેપમાં ફસાવનાર ગેંગ ઝડપાયા
આધેડને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી લાખો પડાવ્યા
લસકાણા પોલીસે રમેશ નાવડીયા, સંજય પોકળ અને રાહુલ કથીરીયાની ધરપકડ કરી
સુરતના લસકાણા ખોલવડના આધેડને હનીટ્રેપમાં ફસાવી તેઓ પાસેથી લાખો પડાવી લેવાના ગુનામાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
લસકાણાના ખોલવડમાં રહેતા આધેડને હનીટ્રેપમાં ફસાવી હેમલતા ખેનીએ આધેડને મળવા બોલાવ્યા હતા અને ત્યારબાદ પોલીસના બનાવટી આઈકાર્ડ બતાવી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી આધેડ પાસેથી 5 લાખ 80 હજાર પડાવી લેવાના ગુનામાં લસકાણા પોલીસે રમેશ નાવડીયા, સંજય પોકળ અને રાહુલ કથીરીયાની ધરપકડ કરી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
