માંડવી સરકારી હોસ્પિટલમાં નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવ્યો
સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયો કેમ્પ
ચાલવાની લાકડી, કાનનું મશીન, કૃત્રિમ દાંત સહિતની વસ્તુઓનું વિતરણ
માંડવી સરકારી હોસ્પિટલ ખાતે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય વિભાગ અને એલિમ્કો કંપની દ્વારા સાંસદ પ્રભુભાઈ વસાવા ના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત 60વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે એલિમ્કો ના સંયુક્ત ઉપક્રમે એસેસમેન્ટ કેમ્પ યોજાયો
આજરોજતારીખ:- ૨૦/૦૯/૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે માંડવી સરકારી હોસ્પિટલ ખાતે માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના સામાજીક અધિકારતા ન્યાય વિભાગ દ્વારા રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત ૬૦ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે એલિમ્કોના સંયુક્ત ઉપક્રમે ૨૩ – બારડોલી લોકસભાના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા ની ઉપસ્થિત તેમજ સુરત જિલ્લાના સર્વે સમાજના વરિષ્ઠ નાગરિકો(વૃધ્ધો) માટે સહાયક ઉપકરણ અસેસમેન્ટ (સાધન સહાય) આપવાના હેતુ માટે વરિષ્ઠ નાગરિકોને ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ દ્વારા ચાલવાની લાકડી, કાખઘોડી, કાનનું મશીન, કૃત્રિમ દાંત, ચશ્મા, વ્હીલચેર, જેલ ફોમ ગાદી, ઘૂંટણના પટ્ટા, પગની સંભાળ કીટ, એલએસ બેલ્ટ, સર્વાઇકલ કોલર, સીટ સાથે ચાલવવાની લાકડી, કોમોડ સાથે ફોલ્ડિંગ ખુરશી વગેરે સાધનો વિના મૂલ્યે આપવા માટે ઍલ્મિકો ભારત સરકાર તથા જિલ્લા પ્રશાસન સુરત સહયોગથી નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા સમાજ કલ્યાણ વિભાગના અધિકારીગણ, અધિક્ષક ડો. પરિમલ ચૌધરી, ડો. નરેન્દ્ર ચૌધરી તેમજ મામલતદાર જય પ્રકાશ મિસ્ત્રી, મહામંત્રી શાલીન શાહ, વિજય પટેલ,સંગઠનના હોદેદારો, ચૂંટાયેલા સભ્યો, મોરચાના હોદેદારો, બુથ પ્રમુખો, શક્તિકેન્દ્ર સંયોજકો તેમજ સિનિયર કાર્યકર્તાઓએ હાજર રહ્યા હતા
