ગુજરાત પોલીસને ઓપરેશન કારાવાસ હેઠળ મળી સફળતા.

Featured Video Play Icon
Spread the love

ગુજરાત પોલીસને ઓપરેશન કારાવાસ હેઠળ મળી સફળતા.
15 દિવસમાં ઓપરેશન કારાવાસ હેઠળ 41 આરોપીઓ ઝડપાયા.
જામીન અથવા પેરોલ મેળવ્યા બાદ કાયદાની પકડમાંથી છટકી ગયા હતા

ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં ગંભીર ગુનાઓ આચરીને ફરાર થયેલા અને પેરોલ/ફર્લો જમ્પ કરીને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે એક વિશેષ અભિયાન, ‘ઓપરેશન કારાવાસ’ શરૂ કરવામાં આવ્યું છે.

ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં ગંભીર ગુનાઓ આચરીને ફરાર થયેલા અને પેરોલ/ફર્લો જમ્પ કરીને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે એક વિશેષ અભિયાન, ‘ઓપરેશન કારાવાસ’ શરૂ કરવામાં આવ્યું છે. આ ઓપરેશનને કારણે છેલ્લા માત્ર 15 દિવસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ સઘન અભિયાન અંતર્ગત, ગુજરાત પોલીસે રાજ્યભરમાંથી અને અન્ય રાજ્યોમાંથી કુલ 41 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ જુદા જુદા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા અને જામીન મેળવ્યા બાદ અથવા જેલમાંથી પેરોલ/ફર્લો મેળવ્યા બાદ કાયદાની પકડમાંથી છટકી ગયા હતા.

પોલીસે માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં, પરંતુ રાજ્યની બહારના અન્ય રાજ્યોમાં સંતાયેલા આરોપીઓને પણ શોધી કાઢીને તેમની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દર્શાવે છે કે ગુનેગારો ગમે ત્યાં છુપાયેલા હોય, ગુજરાત પોલીસ તેમને ઝડપી પાડવા માટે સક્ષમ છે. પોલીસે જે આરોપીઓ હયાત ન હોય એટલે કે મૃત્યુ પામ્યા હોય, તેવા 25 જેટલા આરોપીઓના નામ પોલીસ રેકોર્ડમાંથી કાયમી ધોરણે દૂર કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે. આનાથી પોલીસના વોન્ટેડ આરોપીઓની યાદીને વધુ ચોક્કસ અને અપડેટ કરી શકાશે, જેનાથી ભવિષ્યમાં તપાસમાં વધુ સરળતા રહેશે. ગુજરાત પોલીસનું આ ઓપરેશન કાયદાનો ડર પેદા કરવામાં અને ગુનેગારોને સજા અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *