અમરેલી : પીજીવીસીએલના અધિકારીઓ સામે ગુનો નોંધવા ઇટાલિયાની માંગ
વીજ કેબલ વાયર નીચે પડતા એક વ્યક્તિનું મોત નિપજ્યું
ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ચલાલા પોલીસ સ્ટેશન પોહચી રજુઆત કરી
અમરેલી જિલ્લાના ચલાલા નજીક કેનાલપરામાં રહેતા 66 વર્ષીય દેવચંદભાઈ ગોવિંદભાઈ પોલરાનું પીજીવીસીએલના કેબલથી વીજશોક લાગવાથી ગઇકાલે મોત નિપજ્યું હતું. મૃતકનું પોસ્ટમોર્ટમ બાદ ચલાલા પોલીસ સ્ટેશનમાં એડી નોંધ કરવામાં આવી હતી. આ ઘટના બાદ આજે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા મૃતકના પરિવારજનો સાથે ચલાલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ અને અન્ય હોદ્દેદારો પણ તેમની સાથે જોડાયા પોલીસ સ્ટેશનના અધિકારી સમક્ષ રજૂઆત કરતાં ઈટાલિયાએ PGVCL અધિકારીઓ સામે બેદરકારીનો ગુનો નોંધવાની માંગ કરી હતી. પોલીસે આ મામલે તપાસ કરવાની ખાતરી આપી છે. ધારાસભ્ય ઈટાલિયા મોડી સાંજ સુધી કાર્યકરો સાથે પોલીસ સ્ટેશનમાં રહ્યા હતા. ત્યારબાદ ઈટાલિયાએ અમરેલી હોસ્પિટલમાં દાખલ એક યુવતીની મુલાકાત લીધી હતી. બે દિવસ પહેલા આ યુવતી પર છરી વડે હુમલો થયો હતો. ધારાસભ્ય તેના પરિવારને મળી યુવતીના સ્વાસ્થ્યની માહિતી મેળવશે
