પ્રધાન મંત્રી આવાસ યોજનામાં મકાન આપવાના નામે ઠગાઈ

Featured Video Play Icon
Spread the love

પ્રધાન મંત્રી આવાસ યોજનામાં મકાન આપવાના નામે ઠગાઈ
રૂપિયા પડાવી લેનાર ટોળકીના મુખ્યાને દિલ્હીથી ઝડપ્યો
ઠગ મયંક સંજય મિશ્રાને ઇકો સેલે ઝડપી પાડ્યો

પ્રધાન મંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના નામે લાખો રૂપિયા પડાવી લેનાર ટોળકીના મુખ્યાને દિલ્હીથી આર્થિક ગુન્હા નિવારણ શાખાની ટીમે ઝડપી પાડ્યો છે.

સુરતના રાંદેર પોલીસ મથકમાં નૈનેશ ચૌટલીયાએ ફરિયાદ નોંધાવી હતી અને તેમાં જણાવ્યુ હતું કે તેઓ તથા અન્ય ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પ્રધાન મંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાળ નગર ના ફ્લેટ તથા દુકાનની કોઈ પણ ડ્રો થયા વગર ફાળવણી કરવાનું જણાવી 49 લોકો પાસેથી 60 લાખ 21 હજારથી વધુની ઠગાઈ આચરાઈ હતી. જે મામલે રાંદેર પોલીસે અગાઉ કેટલાક ઠગોને ઝડપી પાડ્યા બાદ આ ગુનામાં સંડોવાયેલો મુખ્ય આરોપી એવો મુળ રાજસ્થાનના ચુરૂનો અને સુરતમાં પાંડેસરા પિયુષ પોઈન્ટ પાસે આવેલ વૃંદાવન રેસીડેન્સી ખાતે રહેતા મયંક સંજય મિશ્રાને દિલ્હીના કરોલબાગ ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો રાંદેર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *