સુરત વેસુમાં મોંઘાદાટ ફ્લેટમાં લાગેલી આગમાં સંપુર્ણ ઘરવખરી બળીને ખાખ
એપાર્ટમેન્ટના 10 , 11 માં માળે અને ટેરેસ પર રહેલા લોકોનું રેસ્ક્યુ
ટેરેસ પરથી 7 લોકોનુ રેસ્ક્યુ કર્યુ
સુરતમાં આગના બનાવો યથાવત હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે વેસુમાં મોંઘાદાટ ફ્લેટમાં લાગેલી આગમાં સંપુર્ણ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. તો આગની ઘટનામાં એપાર્ટમેન્ટના 10 માં, 11માં માળે અને ટેરેસ પર રહેલા લોકોનું રેસ્ક્યુ કરાયુ હતું.
સુરતમાં જેમ જેમ સુર્યદેવતા કોપાયમાન થાય છે તેમ તેમ આગના બનાવો પણ સામે આવી રહ્યા છે. ત્યારે સુરતના વેસુમાં લક્ઝુરીયસ એપાર્ટમેન્ટ ફ્લેટમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. વાત એમ છે કે વેસુ ખાતે આવેલ જૈનમ ગ્રાન્ડ અલ્ટીમા નામના લક્ઝુરીયસ એપાર્ટમેન્ટના 9મા માળે ફ્લેટમાં આગ લાગી હતી. ફ્લેટમાં લાગેલી આગની જ્વાળાઓ બહાર દેખાતા લોકોમાં ડર જોવા મળ્યો હતો. બનાવની જાણ થથા ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. તો ફ્લેટના 10માં અને 11માં માળેથી બે બે લોકોનુ ફાયરે રેસ્ક્યુ કર્યુ હતું. જ્યારે ટેરેસ પરથી 7 લોકોનુ રેસ્ક્યુ કર્યુ હતું. જો કે આગમાં ફ્લેટમાં રહેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. પરંતુ આગમાં જાનહાની ન થતા હાશકારો અનુભવાય હતો.
