સુરતમાં સ્વર્મિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન દ્વારા દિવાળી ઉજવણી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં સ્વર્મિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન દ્વારા દિવાળી ઉજવણી
સુરત સે સરહદ તક સોચ સાથે એક ટીમ જમ્મુ કાશ્મીર ખાતે રવાના
વીર જવાનોને મીઠાઈ તેમજ ગીફ્ટ આપી દિવાળીની ઉજવણી કરાશે

સુરતમાં સ્વર્મિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન દ્વારા સુરત સે સરહદ તક સોચ સાથે એક ટીમ જમ્મુ કાશ્મીર ખાતે રવાના કરાઈ છે જે ટીમ ત્યાં વીર જવાનોને મીઠાઈઓ તેમજ ગીફ્ટ આપશે.

સુરતના સરથાણા જકાતનાકા ખાતે આવેલ પ્રાણિ સંગ્રહાલય મિગ વિમાન પાસે સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરતની ટીમના 12 જેટલા સભ્યો જમ્મુ કાશ્મીર બોર્ડર પર સાતમી ટુર દ્વારા રવાના થયા હતાં. દેશવાસીઓની રાત દિવસ ખડે પગે સેવા કરતા વીર જવાનો સાથે દિવાળી ઉજવવા આ ટીમ રવાના થઈ છે. અને જમ્મુ કાશ્મીરમાં આ ટીમ દ્વારા વીર જવાનોને મીઠાઈ તેમજ ગીફ્ટ આપી દિવાળીની ઉજવણી કરાશે. તો અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની 150મી જન્મ જ્યંતિ વર્ષ નિમિત્તે સ્ટેચ્યુનુ જમ્મુ કાશ્મીર બોર્ડર શ્રીનગરમાં અનાવરણ કરશે. તો આ અંગે વધુ માહિતી સંસ્થાના આગેવાને આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *