જન્માષ્ટમીને લઈ સુરતના ઇસ્કોન મંદિરમાં ભક્તિનો માહોલ

Featured Video Play Icon
Spread the love

જન્માષ્ટમીને લઈ સુરતના ઇસ્કોન મંદિરમાં ભક્તિનો માહોલ
શ્રીકૃષ્ણના જન્મોત્સવ પહેલા દર્શન માટે ઉમટ્યા ભક્તો
ઇસ્કોન મંદિરમાં ભક્તોની ભારે ભીડ

સુરતના ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીના પર્વને લઈને ભક્તિનો માહોલ છવાયો છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને હવે ગણતરીની કલાકો બાકી છે, ત્યારે ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિર ખાતે ઉમટી પડ્યા છે.

સુરતના ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમીના પર્વને લઈને ભારે જનમેદની જોવા મળી રહી છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને હવે ગણતરીની કલાકો બાકી છે, ત્યારે વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે મોટી સંખ્યામાં મંદિર ખાતે પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં સતત હરે રામા, હરે કૃષ્ણની ધૂન ગુંજી રહી છે અને ભક્તો ભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે. મંદિરની અંદર જ નહીં, પરંતુ બહારના પરિસરમાં પણ મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી રહી છે. સુરક્ષા વ્યવસ્થા અને ભક્તોની સુવિધા માટે મંદિર પરિસરમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. રાત્રિના 12 વાગ્યાના સમયે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. દેશભરમાં ભક્તો મધ્યરાત્રિએ કાન્હાના જન્મની ઉજવણી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *