રાજકોટ આટકોટની ઘટના મુદ્દે 43 મા દિવસે ફાંસીની સજા

Featured Video Play Icon
Spread the love

રાજકોટ આટકોટની ઘટના મુદ્દે 43 મા દિવસે ફાંસીની સજા
કોર્ટના ચુકાદા પર DyCM હર્ષ સંઘવીનુ નિવેદન
રાજપૂત વિદ્યાસભાના લગ્નોત્સવ કાર્યક્રમમાં નિવેદન આપ્યુ

રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામની સીમમાં 4 ડિસેમ્બર, 2025ના દિલ્હીના નિર્ભયાકાંડ જેવી જ અત્યંત ક્રૂર અને જઘન્ય ઘટના સામે આવી હતી. ખેતમજૂરની વાડીમાં રમતી 7 વર્ષની માસૂમ બાળકીને નજીકની ઝાડીમાં ખેંચી જઈ ત્રણ સંતાનના પિતા રેમસિંહ ડુડવાએ ગુપ્તાંગમાં સળિયો નાખી તેને લોહીલુહાણ કરી દીધી હતી. બાળકી દર્દથી કણસી રહી હોવા છતાં આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો.

રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામની સીમમાં 4 ડિસેમ્બર, 2025ના દિલ્હીના નિર્ભયાકાંડ જેવી જ અત્યંત ક્રૂર અને જઘન્ય ઘટના બની હતી જેમાં પોલીસે 8 ડિસેમ્બરે આરોપીને ઝડપી 11 દિવસમાં જ ચાર્જશીટ ફાઈલ કરી હતી. 12 જાન્યુઆરી એટલે કે 35 દિવસમાં કોર્ટે ચુકાદો આપી આરોપીને દોષિત ઠેરવ્યો હતો. એ બાદ રાજકોટની સ્પેશિયલ કોર્ટે 15 જાન્યુઆરીએ સજાનું એલાન કરવાનું હતું, પરંતુ 17 જાન્યુઆરીની તારીખ પડી હતી. આજે આરોપી રેમસિંહ તેરસિંહ ડુડવા સામેનો આખરી ચુકાદો સ્પેશિયલ કોર્ટના જજ વી.એ.રાણા સાહેબ દ્વારા આપવામાં આવ્યો. આરોપીને ઘટનાના 43 મા દિવસે ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. ત્યારે રાજપૂત વિદ્યાસભાના લગ્નોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા DyCM હર્ષ સંઘવીએ આટકોટની ઘટના મુદ્દે કોર્ટના ચુકાદા પર નિવેદન આપ્યુ છે સાંભળો શું કહ્યું

દિલ્લીના નિર્ભયા કેસમાં ચાર આરોપીને ફાંસીની સજા કોર્ટે સંભળાવી હતી. આ પછી સુપ્રીમ કોર્ટ પણ સજા યથાવત્ રાખી હતી અને પછી આરોપીઓએ રાષ્ટ્રપતિ સમક્ષ પણ સજા માફી માટે માગ કરી હતી. જો કે મનાઈ ફરમાવતા 2022માં ત્રણ આરોપીને ફાંસી આપવા આવી હતી, જ્યારે એક આરોપીએ આત્મહત્યા કરી લીધી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *