મહુવા સુગરની ચૂંટણીને લઈ સહકારી રાજકારણ ગરમાયું
16 બેઠકો માટે પૂર્વ ડિરેક્ટરો સહિત ઉમેદવારી ફોર્મ ભરાયા
સુરત જિલ્લામાં મહુવા બમણિયા સુગર ફેક્ટરીની ચૂંટણીને લઈને સહકારી રાજકારણ ગરમાયું છે. બારડોલી પ્રાંત કચેરી ખાતે મહુવા સુગરની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ફેક્ટરીની કુલ 16 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. જેમાં પૂર્વ પ્રમુખ માનસિંગ પટેલ સહિત કુલ 16 જેટલા પૂર્વ ડિરેક્ટરોએ ઉમેદવારી નોંધાવતા ચૂંટણીનો માહોલ ગરમાયો છે.
મહુવા બમણિયા સુગર ફેક્ટરીની ચૂંટણીને લઈને રાજકીય અને સહકારી ગતિવિધિઓ તેજ બની છે. બારડોલી પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. મહુવા સુગર ફેક્ટરીમાં 15 ઝોન અને 1 બિન ઉત્પાદક સહકારી મંડળી મળી કુલ 16 બેઠકો માટે ચૂંટણી યોજાશે. ઉમેદવારી પ્રક્રિયામાં પૂર્વ પ્રમુખ માનસિંગ પટેલે પણ ઉમેદવારી નોંધાવી છે.
પૂર્વ પ્રમુખ સહિત કુલ 16 જેટલા પૂર્વ ડિરેક્ટરોએ ઉમેદવારી નોંધાવતા સહકારી ક્ષેત્રમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં ઉમેદવારી પ્રક્રિયા અને ચૂંટણીના સમીકરણો વચ્ચે મહુવા સુગરનું સહકારી રાજકારણ વધુ ગરમાય તેવી શક્યતા છે.
