પાટણમાં સામાન્ય સભા બોલાવવા મુદ્દે વિવાદ વકર્યો

Featured Video Play Icon
Spread the love

પાટણમાં સામાન્ય સભા બોલાવવા મુદ્દે વિવાદ વકર્યો
શાસક પક્ષના બે જૂથો આવ્યા આમને સામને
નગરપાલિકા પ્રમુખ અને 16 સભ્યો વચ્ચે ‘પત્ર યુદ્ધ’

પાટણ નગરપાલિકામાં પ્રમુખ અને સભાસદો વચ્ચે બેઠક બોલાવવા મુદ્દે ટકરાવ સર્જાયો છે. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે સભાસદો દ્વારા કરવામાં આવેલી વહેલી સામાન્ય સભા બોલાવવાની માંગણીને ફગાવી દીધી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, નિયમ મુજબ જાન્યુઆરી માસમાં જ બેઠક યોજવામાં આવશે અને કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારી છે.

પાટણ નગરપાલિકામાં પ્રમુખ અને સભાસદો વચ્ચે બેઠક બોલાવવા મુદ્દે ટકરાવ સર્જાયો છે, સભાસદ મુકેશ પટેલે 22 ડિસેમ્બર, 2024 ના રોજ અરજી કરીને વહેલી બેઠક બોલાવવા રજૂઆત કરી હતી. જેના પ્રત્યુત્તરમાં પ્રમુખ હિરલબેન પરમારે પત્ર લખીને જણાવ્યું કે, ડિસેમ્બર મહિનો સમાપ્ત થવા જઈ રહ્યો છે અને જાન્યુઆરીમાં નિયમ મુજબની બેઠક બોલાવવાની પ્રક્રિયા હાથ ધરાશે. પ્રમુખે પોતાના પત્રમાં કલમ 51નો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે, હાલ કોઈ કુદરતી આફત કે યુદ્ધ જેવી કટોકટીની સ્થિતિ નથી કે જેના કારણે તાત્કાલિક બેઠક બોલાવવી અનિવાર્ય બને. કલમ 51 હેઠળ માત્ર આવી વિશેષ પરિસ્થિતિઓમાં જ પરિપત્ર દ્વારા કાર્યવાહી કરી શકાય છે.

વધુમાં, પ્રમુખે સભાસદોને ચેતવણી આપતા કહ્યું છે કે, જો કોઈ સભ્ય કાયદાની જોગવાઈઓ વિરુદ્ધ જઈને પ્રમુખનો હોદ્દો ધારણ કરવાનો ગેરકાયદેસર પ્રયાસ કરશે, તો તેમની સામે ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત ‘પરસોનેશન’ની ફરિયાદ દાખલ કરવામાં આવશે.પત્રમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કલમ 51(2) હેઠળ વહેલી બેઠક માટેના હઠાગ્રહ પાછળ બદઈરાદો હોવાનું જણાય છે. આથી, સભાસદોને જાન્યુઆરી માસ સુધી રાહ જોવા અને પાલિકાના વહીવટી પ્રક્રિયામાં સહયોગ આપવા માટે સૂચના આપવામાં આવી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *