મધ્ય ઝોન પ્રદેશ કક્ષા ઉમંગ ઉત્સવ સ્પર્ધા ૨૦૨૫-૨૬ આયોજન દાહોદમાં
રાસ ગરબા, ગરબા, લોકનૃત્ય સહિત અનેક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
બ્લાઈન્ડ વેલફેર દાહોદ ખાતે ઉમંગ ઉત્સવ સ્પર્ધા ૨૦૨૫-૨૬ આયોજન દાહોદમાં આવ્યું
મંદ બુદ્ધિ તેમજ દિવ્યાંગ બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો
કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, દાહોદ સંચાલિત દાહોદ સંચાલિત મધ્ય ઝોન પ્રદેશ કક્ષા ઉમંગ ઉત્સવ બ્લાઇન્ડ વેલફેર માં આયોજન કરવામાં આવ્યું
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દાહોદ સંચાલિત મધ્ય ઝોન પ્રદેશ કક્ષા ઉમંગ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું, ઉમંગ ઉત્સવમાં મન બુદ્ધિ બાળકો દિવ્યાંગ બાળકો તેમજ શારીરિક ખોળખાપણ વાળા બાળકોએ સ્પર્ધા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો જેમાં રાસગરબા, ગરબા,લોકનૃત્ય તેમજ સમૂહ ગીત નિબંધ જેવી અનેક સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું, સમગ્ર સ્પર્ધા દરમિયાન ગોધરા સ્કૂલના બાળકોએ ગરબામા બાજી મારી હતી અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યું હતું તેમજ, લોકનૃત્ય વિભાગમાં દાહોદના બાળકોએ પ્રથમ વિજેતા બન્યા હતા, કાર્યક્રમ દરમિયાન જિલ્લા યુવા વિકાસ અધિકારી જીગ્નેશ ડાબી તેમજ બ્લાઇન્ડવેલફેર ના સેકેટરી યુસુફભાઈ કાપડિયા, માનત સંસ્થાના શિક્ષકો અને ટીમ લીડર ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમનું સંચાલન એન્કર પીનલભાઈએ કર્યું હતું, પધારેલ નિર્ણાયકોએ બાળકો સાથે ડાન્સ કરી ખૂબ જ આનંદ મેળવ્યું હતું, અને ભવિષ્યમાં આવા બાળકોને જ્યારે પણ તમારી જરૂર હશે કે કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ કરવી હોય તો અમે તમારી સાથે છીએ તેવું આશ્વાસન આપ્યું હતું મધ્ય ઝોન પ્રદેશ કક્ષા ઉમંગ ઉત્સવ સ્પર્ધા ૨૦૨૫-૨૬ માં ભાગ લીધેલ અને કૃતિમાં વિજેતા જાહેર સર્વને અભિનંદન ની સાથે પ્રમાણપત્ર, ટ્રોફી, પાણીની બોટલ, કૂદવાની રસી આપવામાં આવી હતી…
