સુરતના ભાઠેનામાં લોખંડની એંગલોની ચોરી
રીઢાઓને લોકોએ પકડી પોલીસને સોંપ્યા
સુરતમાં ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ભાઠેનામાં લોખંડની એંગલોની ચોરી કરી રીક્ષામાં ભાગી રહેલા રીઢાઓને લોકોએ પકડી પોલીસને સોંપ્યા હતાં.
સુરતમાં ચોરીના વધી રહેલા બનાવો વચ્ચે હવે લોકો પોતે પણ જાગૃત્ત થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે આવા જ રીઢા ચોરોને લોકોએ પકડી પાડ્યા હતાં. સુરતના સલાબતપુરા પોલીસ મથકની હદમાં ભાઠેના ખાજા નગરમાંથી લોખંડની એંગલોની ચોરી કરાઈ હતી. રીક્ષામાં આવેલા ચોરો લોખંડની એંગલોની ચોરી કરી ભાગી રહ્યા હતા ત્યારે જ સ્થાનિકોએ દોડી જઈ ચોરોને પકડી પાડ્યા હતાં. તો બનાવને લઈ સલાબતપુરા પોલીસને જાણ કરાતા સલાબતપુરા પોલીસે સ્થળે દોડી જઈ ચોરોની અટકાયત કરી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.