સુરત: સારોલીમાંથી સિમેન્ટ ભરેલો ટેમ્પો ચોરીનો ભેદ ઉકેલાયો,

Featured Video Play Icon
Spread the love

સુરત: સારોલીમાંથી સિમેન્ટ ભરેલો ટેમ્પો ચોરીનો ભેદ ઉકેલાયો,
બે શખ્સ દાહોદથી ઝડપાયા

સારોલી પોલીસ મથકની હદમાંથી સિમેન્ટ ભરેલો ટેમ્પોની ચોરી કરી ભાગી છુટેલા રીઢાઓને પોલીસે ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સારોલી પોલીસ મથકમાં રાજારામ ઈશીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓના સારોલી ખાતે હરી એસ્ટેટમાં આવેલા ગોડાઉનમાં મુકેલ વ્હાઈટ બીરલા પુટ્ટીની સીમેન્ટ ભરેલો બોલેરો પીકઅપ વાન અજાણ્યાઓ ચોરી કરી ભાગી છુટ્યા હતાં. બનાવને લઈ સારોલી પી.આઈ. એસ.આર. વેકરીયા અને પી.એસ.આઈ. એસ.આર. રાણાના માર્ગદર્શન હેઠળ તપાસ કરી રહેલી પોલીસ ટીમે સીસીટીવી સહિતની તપાસ કર્યા બાદ એએસઆઈ સાગર તથા એએસઆઈ નરેન્દ્રને મળેલી બાતીના આધારે સિમેન્ટ ભરેલો બોલેરો પિકઅપ ટેમ્પો ચોરી કરી ભાગી છુટેલા રીઢાઓ કાળુ રમુડા ભુરીયા અને ઉસાગ ઉર્ફે ઈશાક ઉર્ફે સુનીલ રાયસીગ ડામોરને દાહોદના લિમખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડી પાડી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *