સુરતના લિંબાયત વિસ્તારમાં કાર આગની ચપેટમાં
કચરો સળગાવતા ત્યાં પાર્ક કાર પણ આગની ચપેટમાં
કારમાં મુકેલી રોકડ 10 લાખની રકમ બળી ગઈ
સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ આંજણા ફાર્મ પાસે અજાણ્યાએ કચરો સળગાવતા ત્યાં પાર્ક કાર પણ આગની ચપેટમાં આવી ગઈ હતી. તો આગમાં કારમાં મુકેલી રોકડ 10 લાખની રકમ બળી ગઈ હોવાનુ કાર માલિકે જણાવ્યુ હતું.
સુરત શહેરના લિંબાયતમાં કચરાની આગે કારને ઝપેટમાં લીધી હતી. વાત એમ છે કે સુરતના આંજણા ફાર્મ પાસે એક કાર ચાલક કાર મુકી ગયો હતો ત્યારે ત્યાં કાર નજીક કચરો હોય જે કોઈ અજાણ્યાએ સળગાવી દીધો હતો. જો કે કચરાની આગે કારને ચપેટમાં લઈ લીધી હતી. અને ગણતરીના સમયમાં આખી કાર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. તો બીજી તરફ કાર માલિક ત્યાં દોડી આવ્યો હતો અને પોતાની કારમાં રોકડ 10 લાખ હોવાનુ જણાવતા તમામના હોશ ઉડી ગયા હતાં. તો બનાવની જાણ થતા ફાયરની ટીમ પણ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. જો કે કારમાં લાગેલી આગમાં 10 લાખની રોકડ સળગી ગઈ હોવાની વાતને લઈ ચકચાર મચી ગઈ છે.
