સુરત શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા અભિયાન

Featured Video Play Icon
Spread the love

સુરત શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા અભિયાન
અમરોલી પોલીસે મોટી કાર્યવાહી કરતાં ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા
આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો

સુરત શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે ચાલી રહેલા “નો ડ્રગ્સ ઇન સુરત સિટી” અભિયાનને વધુ એક મોટી સફળતા મળી છે. અમરોલી પોલીસે મોટી કાર્યવાહી કરતાં લાખો રૂપિયાના ગાંજા સાથે બે શખ્સોને ઝડપ્યા છે.

મળતી માહિતી મુજબ, અમરોલી વિસ્તારના મનીષા ગરનાળા નજીકથી પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 9.940 કિલોગ્રામ ગાંજો, જેની અંદાજિત કિંમત 4 લાખ 97 હજાર રૂપિયા થાય છે, સાથે બે મોબાઈલ ફોન કબ્જે કર્યા છે. કુલ મળીને 5 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં કાન્હુચરન સુધીર મહાપાત્રા અને કૃષ્નાચંદ્ર ઉર્ફે આલોક સંતોષકુમાર જેના નો સમાવેશ થાય છે, બંને ઓડિશાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ આ નશીલા પદાર્થ ક્યાંથી લાવવામાં આવ્યો અને અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *