સોનગઢ પોલીસની મોટી કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સોનગઢ પોલીસની મોટી કાર્યવાહી
14 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે બોલેરો ઝડપાઈ

તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબિશન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સોનગઢ ફાટા પાસે મલંગદેવ આઉટપોસ્ટ નજીકથી પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલી બોલેરો પિકઅપ ટેમ્પો ઝડપી પાડી છે. પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિતના બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનગઢ પોલીસના જવાનો ગત તારીખ 19 જુલાઈ, 2025 ના રોજ રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન બાતમીના આધારે પોલીસે GJ-26-U-0785 નંબરની મહિન્દ્રા બોલેરો પિકઅપ ટેમ્પોને અટકાવી હતી. વાહનની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પોમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 5,661 નંગ સીલબંધ બોટલ/ટીન જપ્ત કર્યા છે, જેની કિંમત અંદાજે રૂ. 9,90,078 થાય છે. આ ઉપરાંત, દારૂની હેરફેર માટે વપરાયેલ બોલેરો પિકઅપ ટેમ્પો અને મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 14,05,078 નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે. પોલીસે સ્થળ પરથી ત્રણ આરોપીઓને દબોચી લીધા છે જેમાં ૧. સુરતનો કેલાશચંદ્ર ઉગમલાલ ગુર્જર ૨. રાજસ્થાનનો ગેહરૂ દયારામભાઇ ગુર્જર અને ૩. સુરતનો સાવરીયાલાલ રામલાલ ગુર્જર છે. આ દારૂનો જથ્થો સેલવાસના અનિલભાઇ ભાવરએ ભરી આપ્યો હતો અને વડોદરાના સુનિલભાઇ નામના વ્યક્તિએ મંગાવ્યો હતો. આ બંને આરોપીઓ હાલ ફરાર હોવાથી પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *