ભાજપ નેતાના પોલીસ પર આક્ષેપને લઈને પાટણ એસપીનું નિવેદન.
જિલ્લામાં નિયમો પાલન કરાવવા પોલીસ ટ્રાફિક ડ્રાઈવ કરે છે
કે.સી.પટેલના નિવેદનને ધ્યાને લઈને તપાસ પણ કરવામાં આવશે
ભાજપના પૂર્વ મહામંત્રીએ પાટણ પોલીસ પર કર્યા પ્રહાર, પૂર્વ મહામંત્રી કે.સી.પટેલનું કહેવું છે કે, પાટણ પોલીસ હપ્તા ખોરી કરીને રૂપિયા ઉઘરાવી તોડ કરી રહી છે અને પોલીસ ખાનગી વાહન ચાલકો પાસેથી તોડ કરે છે જેના કારણે લોકો પાટણ આવતા નથી આ વાતના કારણે રાજકારણ ગરમાયું છે.
ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલે પાટણ પોલીસ પર પ્રહાર કર્યા છે, કે.સી.પટેલે પોલીસ પર હપ્તાખોરીનો લગાવ્યો આક્ષેપ અને પોલીસ ખાનગી વાહનચાલકો પાસેથી હપ્તા વસૂલે છે તેવી વાત કરી છે, જાહેરમંચ પરથી આ વાત કરવામાં આવી છે, પોલીસ 500 – 1000 રુપિયા સુધીના હપ્તા વસૂલે છે તેવી વાત કે.સી.પટેલે કરી છે. પાટણમાં ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ દ્વારા પોલીસ હપ્તા લે છે તેવા નિવેદનથી ખળભળાટ મચ્યો છે, પાટણમાં ધંધા રોજગાર પર તેની અસર જોવા મળી છે કેમકે પોલીસ બહારના વાહનચાલકો પાસેથી હપ્તા લે છે અને તેના કારણે લોકો પાટણ સુધી આવતા નથી અને અન્ય જગ્યાએ જાય છે, કે,સી પટેલનું કહેવું છે કે, વાહન ચાલકો ખરીદી માટે રાધનપુર, બેચરાજી, મહેસાણા જેવા સેન્ટરમાં જાય છે. BJP નેતાના પોલીસ પર આક્ષેપને લઈને પાટણ SP નું નિવેદન સામે આવ્યું છે
કે.સી.પટેલનું કહેવું છે કે, ખાનગી વાહનો ન આવતા ધંધા રોજગાર પર અસર પડી છે અને કે.સી.પટેલના સન્માન કાર્યક્રમમાં પોલીસ પર પ્રહાર કરવામાં આવ્યા છે, તો મહત્વની વાત તો એ છે કે કે.સી.પટેલને આ વાતની ખબર હતી તો તેમણે કેમ પહેલા આ વાતની જાણ પાટણ એસપીને અને સરકાર સુધી ના કરી, હવે તમે જાહેર મંચ પરથી બોલો છો તો તમે પહેલા પણ આ વાત કરી શકતા હતા. પાટણમાં ભાજપ નેતા અને હુડકોના ઇન્ડિપેન્ડલ ડિરેક્ટર કે.સી.પટેલનો ગતરોજ ડિરેકટર બનવા બદલ યોજાયેલ સન્માન કાર્યક્રમમાં આ વાત કરી છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી