સુરતની શાળાઓમાં બેગલેસ શનિવાર મનાવાયો
શાળાઓમાં વિદ્યાર્થીઓએ ઈત્તર પ્રવૃત્તિઓ કરી
નાના ભૂલકાઓ પણ પહેલા દિવસે ખુશ ખુશાલ જોવા મળ્યા
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા દર શનિવારે બેગ લેસ ડેની જાહેરાત કર્યા બાદ આજે પ્રથમ શનિવાર પાંચમી જુલાઈના રોજ સાળાઓમાં વિદ્યાર્થીઓ બેગ વગર આવ્યા હતા અને શાળાઓમાં વિદ્યાર્થીઓએ ઈત્તર પ્રવૃત્તિઓ કરી હતી.
સુરતની શાળાઓમાં બેગલેસ શનિવાર મનાવાયો હતો. ગુજરાત શિક્ષણ વિભાગના આદેશને લઈ શાળાઓમાં આજે વિદ્યાર્થીઓ બેગ વગર આવ્યા હતાં. શાળાઓમાં વિદ્યાર્થીઓને જુદી જુદી ઈત્તર પ્રવૃત્તિઓ કરાવાઈ હતી. વિદ્યાર્થીઓને વ્યાયામ, યોગા, પ્રાણાયામ કરાવ્યા હતાં. તો સાથે વિદ્યાર્થીઓને અવનવી ભુલાઈ જતી રમતો રમાડવામાં આવી હતી. તો વાલીઓએ પુસ્તકનું જ્ઞાન છોડી બાળકના સર્વાંગી વિકાસ માટેનો સરકારનો આ નિર્ણય આવકારદાયક ગણાવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ અને નાના ભૂલકાઓ પણ પહેલા દિવસે ખુશ ખુશાલ જોવા મળ્યા હતાં. તો વિદ્યાર્થીઓને આજે માત્ર રમત અને સંગીત જ કરાવતા વિદ્યાર્થીઓને પણ આનંદ પડ્યો હતો.