સુરતના ધારાસભ્ય-સાંસદની ગ્રાન્ટના બાંકડા રાજકોટ પહોંચ્યા
ધારાસભ્ય અને સાંસદ પ્રભુ વસાવાની ગ્રાન્ટના બાંકડા જસદણ પહોંચ્યા.
ભરત વાળદોરીયાએ બાંકડા પોતાના વતન મોકલ્યાના આક્ષેપ.
સુરતમાં ભાજપના ધારાસભ્ય અને સાંસદ ની ગ્રાન્ટના બાકડા હાલ ભાજપના વોર્ડ નંબર 17ની ચુંટણી લડેલા ઉમેદવારો પોતાના વતન જસદણ ખાતે મોકલી આપ્યા છે અને સાથે જસદણના ધારાસભ્ય બાંકડા ન આપતા હોવાની કોમેન્ટ કરી હોય જેને લઈ આપ દ્વારા ભાજપ સામે આક્ષેપો કરાયા છે.
સુરતની જનતાના ટેક્સના પૈસાના બાંકડા છેક રાજકોટના જસદણ પહોંચ્યા હોવાના આક્ષેપ સાથે આપના કોર્પોરેટરે વિરોધ કર્યો હતો. આપના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ જણાવ્યુ હતું કે સુરતના કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરીયા અને બારડોલીના સાંસદ પ્રભુ વસાવાની ગ્રાન્ટના બાકડા રાજકોટના જસદણ પહોંચી ગયા છે. સુરતના વોર્ડ 17ની ચૂંટણી લડેલા ભાજપના ઉમેદવાર ભરત વાળદોરીયાએ બાકડા પોતાના વતન જસદણના પીપળીયામાં મોકલાવ્યા છે. સાથે જ જસદણના ધારાસભ્ય બાંકડા ન આપતા હોવાની પણ કોમેન્ટ કરી છે. સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી આ ચર્ચા જગાવી છે. ત્યારે સુરતમાં કોર્પોરેટરે આપેલા બાંકડાનો દુરુપયોગ થતો હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે ત્યારે વધુ એક કિસ્સો બહાર આવ્યો આવતા લોકોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.