સુરતના બલેશ્વર વિલેજ રોડ અને બત્રીસ ગંગા રીવર બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું
ખાતમુહૂર્ત જિલ્લા પંચાયત પ્રમુખ અને પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્તે કરાયું
કાર્યક્રમમાં તાલુકા પંચાયતના હોદ્દેદારો, સરપંચો અને ગ્રામજનો હાજર રહ્યા
બલેશ્વર વિલેજ રોડ અને બત્રીસ ગંગા રીવર બ્રિજનું રૂપિયા. 1292 લાખના ખર્ચે ખાતમુહૂર્ત જિલ્લા પંચાયત પ્રમુખ અને પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્તે કરાયું
સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ. 1292 લાખના ખર્ચે બલેશ્વર, ચલથાણ, પલસાણા વિલેજ રોડ અને બત્રીસ ગંગા રીવર બ્રિજનું ખાતમુહૂર્ત પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર અને જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલના હસ્તે બલેશ્વર ખાતે કરાયું. આ પ્રોજેક્ટમાં 6 કિ.મી. રોડ (રૂ. 312 લાખ), 2 કિ.મી. રોડ (રૂ. 210 લાખ), 15 ફૂટ ઊંચો બત્રીસ ગંગા રીવર બ્રિજ (રૂ. 730 લાખ) અને 1 કિ.મી. એપ્રોચ રોડ (રૂ. 40 લાખ)નો સમાવેશ થાય છે. આ કામો ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા દૂર કરી, વાહન વ્યવહાર અને ગ્રામજનોની સુવિધા વધારશે. કાર્યક્રમમાં ચલથાણ સુગર ફેક્ટરીના પ્રમુખ કેતનભાઈ પટેલ, તાલુકા પંચાયતના હોદ્દેદારો, સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.