તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવ્યું
નરેગા યોજનામાં થયેલા કોભાંડ અને ભ્રષ્ટાચાર સામે TDO ને આવેદનપત્ર આપ્યું
TDO દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપી
દેવગઢ બારિયા ધાનપુર બાદ મનરેગા કૌભાંડનું ભૂત ધુણતુ ધુણતુ સિંગવડના ભુતખડી પોહચ્યું સીંગવડ તાલુકામાં કોંગ્રેસ પાર્ટી ના આગેવાનો દ્વારા નરેગા યોજનામાં થયેલા કોભાંડ અને ભ્રષ્ટાચારને લય ને સીંગવડ તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવ્યું
મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં કોંગ્રેસ પાર્ટી ના આગેવાનો દ્વારા નરેગા યોજનામાં થયેલા કોભાંડ અને ભ્રષ્ટાચારને લય ને સીંગવડ તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપી ધાર ધાર રજૂઆત કરવામાં આવી હતી અને જયેશભાઈ સંગાડા એ ભાજપ પાર્ટીને આડે હાથ લીધી હતી. સાંસદ શ્રીનો સ્થાનિક વિસ્તાર છે. જયેશ સંગાડા એ જણાવ્યું કે સાંસદ શ્રી આપ ધ્યાન નહી આપો તો આ સ્થાનિક ભાજપના નેતાઓ તથા સ્થાનિક તંત્ર તમારી સત્તા ખાઇ જશે આવેદનપત્ર આપીયા પછી કોઈ પગલાં નાં લેવામાં આવે તો આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને ધરણાં પ્રદર્શન કરવાની ચિમકી ઉચ્ચારી હતી અને ભુતખેડી ગુપ ગ્રામ પંચાયત માં થયેલ ભ્રષ્ટાચાર ની વાત કરવામાં આવી હતી અને વર્તમાન સમાચાર પત્રો આવેલ સમાચાર જેમાં ભુતખેડી પંચાયત માં રાતોરાત સાત જેટલા સ્ટોન બંધ બનાવવા શરૂ કરવામાં આવ્યા છે તો અત્યારે વહીવટી મંજુરી આપવામાં આવી નથી તો કેવી રીતે બને છે તેવો પ્રશ્નન તાલુકા વિકાસ અધિકારી ને કર્યો હતો અને તપાસ ની માંગણી કરવામાં આવી હતી તેમાં ઉપસ્થિત યુવા નેતા જયેશભાઈ સંગાડા કોંગ્રેસ પાર્ટી ના પાર્ટીના કાર્યકરી પ્રમુખ રમસુભાઈ હઠીલા સરતનભાઈ મછાર જેવા અનેક આગેવાનો હાજર રહીયા હતા અને તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ ભગોરા દ્રારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી.