સુરતમાં અસામાજિક તત્વોનો કહેર
લિંબાયતમાં એક યુવક પર જીવલેણ હુમલો મામલો
લીંબાયત પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યો
સુરતના લીંબાયત સ્ટેશનમાં મારા-મારીના ગંભીર ગુનાના નાસતા-ફરતા આરોપીઓને ગણતરીના કલાકોમાં લીંબાયત પોલીસે ઝડપી પડી હતી
સુરત પોલીસ કમીશ્નર તથા ખાસ પોલીસ કમીશ્નર સાહેબ સેકટર-૦૧ તથા નાયબ પોલીસ કમીશ્નર ઝોન -૨ તેમજ મદદનીશ પોલીસ કમીશ્નર “ડી” ડિવીઝન સુરત શહેરનાઓની સુચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેકટર એન.કે.કામળીયા સાહેબનાઓની સુચના તથા માર્ગદર્શનથી હેઠળ તથા પોલીસ ઇન્સ્પેકટર સી.એસ.ધોકડીયા સાહેબનાઓની દેખરેખ હેઠળ મિલકત સબંધી તથા શરીર સબંધી ગુનામાં નાસતા-ફરતા આરોપી શોધી કાઢવા સારૂ સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ. ડી.આર.ઓડેદરા નાઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા વર્ક-આઉટ કરતા હોય તે દરમ્યાન અત્રેના પોલીસે સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા અ.પો.કો. મયુરસિંહ જોરૂભા તથા અ.પો.કો. ક્રિપાલસિંહ ખોડુભા નાઓએ ટેકનીકલ વર્ક-આઉટ કરી હ્યુમન રીસોર્સ આધારે તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવી લીંબાયત પોલીસ સ્ટેશનના મારા-મારીના ગુનામાં નાસતા- ફરતા આરોપીઓને ગણતરીના કલાકમાં પકડી પાડી તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી