ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં મહિલાઓ પર હુમલો

Featured Video Play Icon
Spread the love

ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં મહિલાઓ પર હુમલો
છેડતી અને લૂંટની ઘટનામાં ઝડપાયેલા આરોપીઓ
અમિત મકવાણા અને નયન ભાલિયાને પોલીસની ઘટના સ્થળે લઈ જઈ તપાસ

ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાંથી ચકચાર મચાવનારી ઘટનામાં પોલીસે વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે…

ભાવનગર ગાંધીબાગ પાર્કમાં પરિવાર સાથે ફરવા ગયેલી મહિલાઓ પર હુમલો થયો છે. છેડતી અને લૂંટની ઘટનામાં ઝડપાયેલા આરોપીઓ અમિત મકવાણા અને નયન ભાલિયાને પોલીસે ઘટના સ્થળે લઈ જઈ તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, આ બંને આવારા તત્વોને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા બાદ કડક પૂછપરછ શરૂ કરી હતી. જે દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે ઘટનામાં ઉપયોગ કરાયેલ હથિયાર તેમણે ગાંધીબાગ વિસ્તારમાં જ ફેંકી દીધું હતું. ત્યારબાદ મહુવા પોલીસની ટીમ દ્વારા બંને આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને પોલીસે આરોપીઓની નિશાનદેહી પરથી હથિયાર પણ શોધી કાઢ્યું હોવાનું સામે આવ્યું છે આ સમગ્ર ઘટનાને લઈ મહુવા શહેરમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે… સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા છે કે આવા લુખ્ખા તત્વો સમાજમાં ભય અને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે મહુવા પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીઓને કાયદાના કડક હાથોમાં સોંપી સાબિત કરી બતાવ્યું છે કે સમાજ માટે જોખમી લોકોનું સાચું સ્થાન માત્ર જેલ જ છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *