દક્ષિણ ગુજરાતના દૂધ ગ્રાહકોને મોંઘવારીનો વધુ એક માર

Featured Video Play Icon
Spread the love

દક્ષિણ ગુજરાતના દૂધ ગ્રાહકોને મોંઘવારીનો વધુ એક માર
સુમુલ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 થી 6 રૂપિયા સુધીનો ભાવવધારો

દક્ષિણ ગુજરાતના દૂધ ગ્રાહકોને સૂમૂલના ભાવ વધારાથી મોંઘવારી વચ્ચે સામાન્ય જનતા પર વધુ એક આર્થિક ફટકો પડ્યો છે.

ગુજરાતની ડેરીએ અમૂલ દ્વારા દૂધના ભાવ વધારા બાદ હવે સુમુલ ડેરીએ પણ દૂધના વેચાણ ભાવમાં વધારો ઝિંક્યો છે. જેને પગલે સુરત અને તાપી જિલ્લાના લોકો પર બોજ વધવાનો છે. ડેરી દ્વારા દૂધની વિવિધ વેરાયટી અને પેકિંગ સાઈઝ પ્રમાણે રૂપિયા 1 થી 6 સુધીનો ભાવનો ડામ આપવામાં આવ્યો છે. આ ભાવ વધારો આજથી એટલે કે 19 નવેમ્બરથી જ અમલી બન્યો છે. ડેરીના આ નિર્ણયની સૌથી વધુ અસર ભેંસના દૂધનો ઉપયોગ કરતા ગ્રાહકોને થવાનો છે. બફેલો મિલ્કના 1 લિટરના પેકેટમાં રૂપિયા 6 નો વધારો કરવામાં આવ્યો છે. જેથી હવે તે રૂપિયા 78ની જગ્યાએ રૂપિયા 84 માં પડશે. આ સિવાય સૌથી વધુ વેચાતા અમૂલ ગોલ્ડના 1 લિટરના પેકેટમાં રૂપિયા 4 નો વધારો થતા હવે ગ્રાહકોએ રૂપિયા 72 ના બદલે રૂપિયા 76 ચૂકવવા પડશે, જ્યારે 500 ml નું પેકેટ રૂપિયા 36 થી વધી રૂપિયા 38 થયું છે.

સુરત અને તાપી જિલ્લામાં સુમુલ ડેરી દ્વારા આશરે દરરોજ 12.50 લાખ લિટર દૂધનું વેચાણ થાય છે. આ આંકડા પરથી સમજી શકાય છે કે આ ભાવ વધારો માત્ર ગણતરીના લોકો પર નહીં પરંતુ લાખો લોકો પરિવારના આર્થિક બજેટ પર અસર કરશે. અમૂલ તાઝાના 500 ml ના પેકેટ પર રૂપિયા 2 ના વધારાથી તે હવે રૂપિયા 28 ના બદલે રૂપિયા 30 માં પડશે. અમૂલ સ્લીમ એન્ડ ટ્રીમના 500 ml ના પેકેટમાં રૂપિયા 1 ના વધારાથી તે હલે રૂપિયા 36ના બદલે રૂપિયા 27 માં પડશે. આ સાથે 180 ml ના પેકેટમાં રૂપિયા 1 ના વધારાથી તે રૂપિયા 10 ના બદલે હવે રૂપિયા 11 માં પડશે. આ જ રીતે અમૂલ શક્તિના 500 ml માં રૂપિયા 1 ના વધારાથી તે રૂપિયા 33 ના બદલે રૂપિયા 34 માં પડશે અને સુમુલ ગાયના દૂધના 500 ml ના પેકેટ પર રૂપિયા 2 ના વધારાથી તે હવે રૂપિયા 30 ના બદલેરૂપિયા 32 માં પડશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *