સુરતમાં બકરી ઈદના તહેવારમાં રક્ષણની માંગ માટે આવેદન પત્ર આપવામાં આવ્યું
દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજના પ્રતિનિધિ મંડળ દ્વારા કરાઇ રજુઆત
બકરા, ઘેટા, પાડા જેવા જાનવરોની હેરાફેરી સમયે સમસ્યાની ફરિયાદ
આગામી દિવસોમાં બકરી ઈદનો તહેવાર આવી રહ્યો હોય જેને લઈ બકરા, ઘેટા, પાડા જેવા જાનવરોની હેરાફેરી સમયે કેટલાક અસામાજિક તત્વો કનડગત કરી રહ્યા હોય જેથી આવા અસામાજિક તત્વોએ રક્ષણ અપાવવાની માંગ સાથે દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ સુચિત દ્વારા ઈન્ચાર્જ રેન્જ આઈજીને આવેદન પત્ર આપી રજુઆત કરાઈ હતી.
દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ (સુચિત)ના અસલમ સાયકલવાલાએ કરી રજુઆત મુસ્લિમ બિરાદરોની હાલમાં ઈદુલ અઝા એટલે કે બકરી ઈદ નિમિત્તે કુરબાનીનાં પશુઓ જેવા કે બકરા, ઘેંટા, પાડા અને અન્ય કુરબાનીઓના જાનવરોની કાયદેસરની હેરાફેરી દરમિયાન તે વાહનોને કથિત ગૌરક્ષકો, ભગિની સંસ્થા તેમજ અન્ય કથિત કટ્ટરપંથી સંસ્થાઓ સાથે જોડાયેલ વ્યક્તિઓ દ્વારા કાયદો વ્યવસ્થા હાથમાં લઈ અને કાયદાની ઉપરવટ જઈ પરેશાન કરાઈ રહ્યાં છે તેમજ કુરબાનીનાં પશુઓની હેરફેર કરનારાઓ સાથે અમાનવીય અત્યાચાર કરવો, ખોટી રીતે મારવા તેમજ તેમને ડરાવી-ધમકાવીને ગેરકાયદેસર રીતે પૈસા પડાવવાના બનાવો મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. જે બનાવો ઉપર અંકુશ લાવવા અને તેમને રોકવા માટે ઈન્ચાર્જ રેન્જ આઈ.જી. સુરત વાબાંગ જામીરને દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજના પ્રતિનિધિ મંડળ દ્વારા આવેદનપત્ર આપી રજુઆ કરી હતી.