ઉત્તરાયણ પર્વ નિમિત્તે અબોલ પક્ષીઓના જીવ બચાવવા અભિયાન

Featured Video Play Icon
Spread the love

ઉત્તરાયણ પર્વ નિમિત્તે અબોલ પક્ષીઓના જીવ બચાવવા અભિયાન
મેઘરજમાં ‘કરુણા અભિયાન–૨૦૨૬’
જનજાગૃતિ મોટર સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું

ઉત્તરાયણ પર્વ નિમિત્તે અબોલ પક્ષીઓના જીવ બચાવવાના માનવતાપૂર્ણ હેતુ સાથે મેઘરજમાં ‘કરુણા અભિયાન–૨૦૨૬’ અંતર્ગત જનજાગૃતિ મોટર સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉત્તરાયણ પર્વ નિમિત્તે જનજાગૃતિ મોટર સાયકલ રેલીનું આયોજન વિસ્તરણ અને નોર્મલ રેંજ, મેઘરજ કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું.રેલીને મેઘરજ વિસ્તરણ રેંજના આર.એફ.ઓ એમ.જે. દામડાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જનજાગૃતિ રેલી મેઘરજના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ મેઘરજ મામલતદાર કચેરી થઈને અંતે મેઘરજ વિસ્તરણ રેંજ ઓફિસ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.આ રેલીમાં વન વિભાગના તમામ વનકર્મીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ઉત્તરાયણ દરમિયાન પતંગના દોરાથી ઘાયલ થતા અબોલ પક્ષીઓને બચાવવા તેમજ તેમની સંભાળ અને સારવાર અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર મેઘરજ શહેરમાં રેલી ભ્રમણ કરી ‘પક્ષી બચાવો, કરુણા અપનાવો’નો સંદેશ પ્રસારિત થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *