અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા

Featured Video Play Icon
Spread the love

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા
અજમેરના ચકચારી ડબલ મર્ડર કેસમાં 3 આરોપી ઝડપાયા
અજમેરના રામગંજ વિસ્તારમાં થયું હતું મર્ડર

અજમેર ડબલ મર્ડર કેસમાં અમદાવાદમાંથી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરીને અજમેર પોલીસને જાણ કરતાં અજમેર પોલીસ આરોપીઓને લેવા માટે અમદાવાદ પહોંચી છે.

દુકાનમાં માથાકૂટ થતા બે યુવકોની હત્યા કરાઇ હતી અને હવે અજમેર પોલીસ આરોપીઓની કસ્ટડી લેશે. અમદાવાદ ક્રમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે અજમેરમાં મીટ શોપના એસોસિએશનના સોશિયલ મીડિયા ગ્રુપમાં સામાજિક મેસેજના બદલે ધંધાકીય મેસેજ નાખતા આરોપી અને મૃતક વચ્ચે વિવાદ થયો હતો, વિવાદ ઉગ્ર બનતા બંને પક્ષે 20-25 માણસોના ટોળા વચ્ચે મારામારી થઈ હતી, તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થતાં ઘટનામાં બે વ્યક્તિના મોત થયા હતા તેમજ બદલો લેવાની ભાવનાથી એક વ્યક્તિ પર વાહન ચઢાવી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અબ્દુલ કુરેશી તેમજ તેના પાંચ પુત્રો હત્યાના કેસમાં આરોપી છે, હત્યાના સંડોવાયેલા પાંચ પુત્રો પૈકી 3ની ધરપકડ ક્રાઇમબ્રાન્ચે કરી, અગાઉ 2 પુત્રોની ધરપકડ કરવામાં આવી છે, આરોપીઓ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં તેમના સાસરીમાં છુપાયા હતા,તકરારમાં બે યુવકોની હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં શાહ નવાજ અને ઇમરાન નામના કાકા ભત્રીજા ની હત્યા કરી ત્રણેય આરોપી ફરાર થઇ ગયા હતા, જો કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે અને અજમેર પોલીસને જાણ કરી છે. અજમેર પોલીસ આરોપીઓની કસ્ટડી લેવા માટે ક્રાઈમ બ્રાન્ચ પહોંચી કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *