સુરતમાં તોડબાજ આર.ટી.આઈ એક્ટિવિસ્ટો અને પત્રકારો સામે કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં તોડબાજ આર.ટી.આઈ એક્ટિવિસ્ટો અને પત્રકારો સામે કાર્યવાહી
સંકલન બેઠકમાં અસામાજીક તત્ત્વોના ન્યૂઝ પેપરને બ્લેકલિસ્ટ કરો,
ધારાસભ્ય અરવિંદ રાણાએ કલેક્ટરને રજૂઆત કરતા એક્રીડેશન કાર્ડ રદ કરવા માંગ કરી

સુરતમાં છેલ્લા ઘણા સમયથી બોગસ પત્રકારોને લઈને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી રહી છે. સંકલન બેઠકમાં પણ વારંવાર ધારાસભ્ય આ મુદ્દો ઉઠાવી રહ્યા છે, જેને કારણે પોલીસ દ્વારા પણ પત્રકારોની તપાસ કરીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ઘણા ખરા આર.ટી.આઈ એક્ટિવિસ્ટો પણ સામેલ હતા.

સુરત શહેરમાં RTI એક્ટિવિસ્ટ તરીકે કામ કરીને મિલકત ધારકોને બ્લેકમેલ કરતા હોવાની ફરિયાદો વ્યાપક પ્રમાણમાં ઉઠી હતી. તો કેટલાક પત્રકારો માત્ર તોડબાજી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. RTI એક્ટિવિસ્ટો મિલકતોના ફોટા પાડીને RTI હેઠળ માહિતી એકત્રિત કરતા હતા અને ત્યારબાદ મિલકતદારને હેરાન કરતા હતા. કેટલાક તોડબાજ પત્રકારો પણ આવી જ રીતે મિલકતોના વીડિયો ઉતારતા અને ફોટા પાડી પોતાના છાપામાં તેને પ્રસિદ્ધ કરીને મિલકતદારને બદનામ કરવાની ધમકી આપતા હતા. આ બાબતે અલગ અલગ ઝોનમાં પોલીસ દ્વારા મળેલી ફરિયાદના આધારે તોડબાજ પત્રકાર અને એક્ટિવિસ્ટો સામે ફરિયાદ નોંધાઇ છે. શહેરભરમાં કુલ 46 જેટલી ફરિયાદો નોંધવામાં આવી છે. સુરતના પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું કે, સંકલન બેઠકમાં RTIનો દુરુપયોગ થતો હોવાની કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં અનેક તત્ત્વોની સામે થયેલી ફરિયાદોને કલેક્ટર સમક્ષ મુકી હતી.

ફરિયાદના આધારે સુરત પોલીસ દ્વારા ખૂબ સારી રીતે કામગીરી કરવામાં આવી છે અને RTI એક્ટિવિસ્ટો સામે પગલાં પણ લેવામાં આવ્યા છે, તેમજ જે પત્રકારો તોડબાજીના ઇરાદે કામ કરી રહ્યા છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી તેવી રજૂઆત કરી હતી. સાથે આવા તોડબાજોના જે ન્યૂઝ પેપર છે તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને જે કથિત પત્રકારો પાસે એક્રેડેશન કાર્ડ છે તેમના કાર્ડ પણ રદ કરવામાં આવે અને કાર્યવાહી કરવા માટે માંગણી કરી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *