સુરતમાં ઠગાઈના ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ઠગાઈના ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓ
નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ મેદાને
લાખોની છેતરપિંડી ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો

સુરતમાં ઠગાઈના ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ મેદાને છે ત્યારે સુરત એલસીબી ઝોન-1 ની ટીમે પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લાખોની છેતરપિંડી ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત અને અધિક પોલીસ કમિશનર મિણા દ્વારા અપાયેલી સુચનાને લઈ નાયબ પોલીસ કમિશનર આલોક કુમારની એલસીબીની ટીમના અહેકો સહદેવસિંહ અને કરણસિંહને મળેલી બાતમીના આધારે પુણા પોલીસ મથકમાં વોન્ટેડ ઠગ મેહુલભાઈ ભરતભાઈ બલોચીયાની ધરપકડ કરી હતી. આરોપી પર ફરિયાદી કંપનીના ખાતામાંથી વર્ષ 2018થી જાન્યુઆરી 2026 દરમિયાન 25.50 લાખની ઉચાપત, ખોટા દસ્તાવેજો બનાવી છેતરપિંડી અને કંપનીને આર્થિક નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાઈ હતી. હાલ એલસીબી ઝોન 1 ની ટીમે આરોપીનો કબ્જો પુણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *