સુરતના સરથાણા સવજી બ્રિજ પરથી યુવકની છલાંગ
તાપી નદીમાં કુદકો મારતા ફાયરે દોડી જઈ યુવાનની લાશ બહાર કાઢી
સુરતના સરથાણા સવજી બ્રિજ પરથી એક યુવકે તાપી નદીમાં કુદકો મારતા ફાયરે દોડી જઈ યુવાનની લાશ બહાર કાઢી લાશને પીએમ અર્થે ખસેડી હતી.
સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો વચ્ચે સરથાણા સવજી કોરાટ બ્રિજ પરથી એક યુવાને તાપી નદીમાં કુદકો માર્યો હતો. બનાવની જાણ થતા ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી. અને નદીમાં શોધખોળ બાદ યુવાનની લાશ મળી આવતા ફાયરની ટીમે યુવાનની લાશને તાપીમાંથી બહાર કાઢી હતી. અને ત્યારબાદ 108માં યુવાનની લાશને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડાઈ હતી. બનાવને લઈ પોલીસ પણ સ્થળે દોડી ગઈ હોય હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
