ઉમરપાડા તાલુકાના બરડી ગામેથી સીસમના લાકડા ભરેલ ટેમ્પો ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

ઉમરપાડા તાલુકાના બરડી ગામેથી સીસમના લાકડા ભરેલ ટેમ્પો ઝડપ્યો
વન વિભાગે ઝડપી પાડ્યો અને કુલ 6,86,917 નો મુદ્દા માલ કબ્જે કર્યો

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના બરડી ગામેથી સીસમના લાકડા ભરેલ ટેમ્પો ઉમરપાડા વન વિભાગે ઝડપી પાડ્યો અને કુલ 6,86,917 નો મુદ્દા માલ કબ્જે કર્યો

સુરત વન સરક્ષક વન વર્તુળ તથા નાયબ સંરક્ષણ સુરતને મળેલ બાતમીના આધારે બરડીથી અંબાડી રોડ ઉપર વન વિભાગનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન 5.15 વાગે મળસ્કે બરડી ગામ રોડ નજીક લાકડા કાપવાનો અવાજ સંભળાતા તે દિશામાં આગળ જતા રોડની બાજુમાં ટેમ્પો નંબર GJ 19-U-2753 માં લીલા કાપેલ સીસમના લાકડા ભરેલ હતા. તે દરમિયાન સ્ટાફને જોઈ જતા ડ્રાઇવર બીપીન કોટવાડિયા રહેવાસી ઘણાવડ તથા તેમના સાગરીતો અંધારાનો લાભ લઇ ભાગે છૂટેલા હતા. ટેમ્પોમાં તપાસ કરતા સીસમના લાકડા મળી આવેલ હતા જેની અંદાજિત લાકડા અને ટેમ્પોની કિંમત રૂ 6,86,917 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરીમાં ઉંમરપાડા આર.એફ.ઓ અનિલભાઈ પટેલ તથા ફોરેસ્ટર ગુલાબભાઈ વસાવા તથા તેમનો સ્ટાફ જોડાયો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *