દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ 12 વર્ષ પૂર્ણ થતા સુરતમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું

Spread the love

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ 12 વર્ષ પૂર્ણ થતા સુરતમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. ફોસ્ટાના આયોજન હેઠળ મિલેનિયમ માર્કેટ ખાતે વેપારીઓએ  મોદી સરકારની ઉપલબ્ધિઓને બિરદાવી અને વિકાસ યાત્રાને વધાવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત 12 વર્ષના કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે સુરતમાં ફોસ્ટા દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. શહેરના મિલેનિયમ માર્કેટ ખાતે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વેપારીઓ અને ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ડિજિટલ ઈન્ડિયા, આત્મનિર્ભર ભારત સહિતના મહત્વના વિકાસકાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી. વેપારીઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે વૈશ્વિક સ્તરે નવી ઓળખ ઉભી કરી છે અને વિકાસના અનેક નવા માપદંડ સ્થાપિત કર્યા છે. ઉપસ્થિત વેપારીઓએ આગામી સમયમાં પણ દેશના સર્વાંગી વિકાસ માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે નરેન્દ્ર મોદી સતત 12 વર્ષ સુધી દેશનું નેતૃત્વ કરનાર દેશના બીજા વડાપ્રધાન બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *