સુરતમાં વારંવાર લિફ્ટ ખોટકાઈ જવાની ઘટનાઓ
સગરામપુરાના કોમ્પલેક્સમાં લિફ્ટ અધવચ્ચે ચોંટી
લિફ્ટ અધવચ્ચે ચોંટી જતા વૃદ્ધ દંપતી ફસાયું
સુરતમાં વારંવાર લિફ્ટ ખોટકાઈ જવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે સગરામપુરાના કોમ્પલેક્સમાં લિફ્ટ અધવચ્ચે ચોંટી જતા વૃદ્ધ દંપતી ફસાયું હતુ જેઓને ફાયરે ભારે જહેમતે હેમખેમ બહાર કાઢ્યા હતાં.
સુરતના સગરામપુરા વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને જીવ અધ્ધર કરી દેનારી ઘટના સામે આવી છે. અહીં ક્ષેત્રપાળ મંદિરની સામે આવેલા એક કોમ્પલેક્સમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા લિફ્ટ ત્રીજા માળે અટકી પડી હતી. આ લિફ્ટમાં એક વૃદ્ધ દંપતી સવાર હતું, જે અંદર જ ફસાઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ દંપતીને હેમખેમ બહાર કાઢતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
