સુરત શહેરમાં સ્પીડ લિમિટ નો નવો ડ્રાફ્ટ મુકાયો
અકસ્માતનો સંખ્યા ઘટાડવા માટે નવો ડ્રાફ્ટ મુકાયો
નેશનલ હાઈવે માટે પણ અલગ અલગ સ્પીડ લિમિટ નક્કી કરાઈ
સુરત શહેરમાં અકસ્માતનો સંખ્યા ઘટાડવા સુરત પોલીસ દ્વારા સ્પીડ લિમિટ નો નવો ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. જેમાં વાહનોની સ્પીડ નક્કી કરવામાં આવી છે.
સુરત શહેરમાં વધતી વસ્તીને પગલે વાહનોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં હાલ ખૂબ મોટાપાયે પ્રોજેક્ટો પણ ચાલી રહ્યા છે જેને પગલે અલગ અલગ જગ્યાઓ પર ડાયવરઝજન આપવામાં આવ્યું છે. ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા વાહનોની સ્પીડ લિમિટ નો નવો ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તારીખ 19/ 4/ 2025 થી એક સ્પેશિયલ ડ્રાઇવ યોજાય હતી. જેમાં સાંજના સાત વાગ્યાથી રાત્રિના બાર વાગ્યા સુધી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં રોંગ સાઈડ, ફેન્સી નંબર પ્લેટ , ત્રણ સવારી, વિધાઉટ હેલ્મેટ , કારમાં બ્લેક ફિલ્મ સહિત નિયમોના ઉલાળીયા કરતા વાહનચાલકોને રોકી તેમને દંડ ફટકાર્યો હતો. જેમાં બ્લેક ફિલ્મના કુલ 656 કાર ચાલકોને દંડ ફટકાર્યો હતો. જ્યારે ફેન્સી નંબર પ્લેટ ના 1183 વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો. જ્યારે ત્રણ સવારીના 1150 વાહન ચાલકો અને રોંગ સાઈડના 287 વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે હવે શહેરમાં સ્પીડ લિમિટ નો નવો ડ્રાફ્ટ મુકાયો છે. ઘણી વખત ભારે વાહનોના કારણે પણ અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે ગતિ મર્યાદામાં વધારો ઘટાડો કરવામાં આવ્યો છે ભારે અને મધ્યમ વાહનો માટે શહેરમાં પ્રતિ km 30 ની સ્પીડ નક્કી કરવામાં આવી છે, ફોરવીલર વાહનો માટે 50 ની સ્પીડ પ્રતિ કિલોમીટર નક્કી કરાય છે. જ્યારે થ્રી વ્હીલર 30 પ્રતિ કિલોમીટર સ્પીડ અને ટુ-વ્હીલર વાહનો માટે 40 પ્રતિ કિલોમીટર સ્પીડ નક્કી કરાય છે. નેશનલ હાઈવે માટે પણ અલગ અલગ સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે જેથી કરી કોઈ ગંભીર અકસ્માત ન સર્જાય અને લોકોનું જીવન બચાવી શકાય