સુરતમાં રબારી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું
પાંચાળ પરગણા રબારી સમાજના પ્રથમ સમૂહ લગ્નનુ આયોજન કરાયુ
પાંચ દિકરીઓના જાજરમાન શાહી સહમુ લગ્ન કરાવાયા હતાં
સમાજના સૌ લોકો આ સમુહ લગ્નમાં ઉત્સાહભેર જોડાયા હતા
લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓ ઘટાડવા દરેક સમાજ દ્વારા સમુહ લગ્નનુ આયોજન કરાય છે. ત્યારે પાંચાળ પરગણા રબારી સમાજ દ્વારા પ્રથમ સમુહ લગ્નનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં પાંચ દિકરીઓના જાજરમાન શાહી સહમુ લગ્ન કરાવાયા હતાં. તો સમાજના સૌ લોકો આ સમુહ લગ્નમાં ઉત્સાહભેર જોડાયા હતાં.
મોંઘવારીના સમયમાં માતા પિતા પર બાળકોના લગ્નનો ખર્ચ દેવુ ન બને તે માટે દરેક સમાજ દ્વારા વર્ષોથી સમુહ લગ્નોત્સવનુ આયોજન કરાય છે જેથી લગ્નોમાં થતા ખોટા ખર્ચ બચી શકે. ત્યારે પાંચાળ પરગણા રબારી સમાજના પ્રથમ સમૂહ લગ્ન નુ આયોજન કરાયુ હતું. સમાજમાં એકતા, સહકાર અને સૌહાર્દભાવની સુગંધ વિખેરતો પાવન પ્રસંગ એટલે સમૂહ લગ્નોત્સવમાં પાંચ દિકરીઓના જાજરમાન શાહી સમુહ લગ્નોત્સવ કરાયા હતાં. થાનગઢ તાલુકાના પાવન ભુમ ખાખરાથળ ખાતે યોજાયેલા દિવ્ય સેવાશ્રીત સપ્તમ ભવ્ય સુર્વણ પાંચળ પરગણા રબારી સમાજની પાંચ દિકરીઓના યોજાયેલા સમુહ લગ્નમાં ગુજરાતના યુવા સમાજ સેવક ભીમશીભાઈ રત્નાભાઈ સામડ એ પાંચ દીકરીઓનુ મહા કન્યાદાન કર્યુ સાથે શાહી સમુહ લગ્ન પણ કરાવ્યા હતાં. તો કન્યાદાનમાં સોનું નથડી, ચાંદી ગાય, ચાંદી તુલસી ક્યારો જ્યારે કરિયાવરમાં તિજોરી સેટ, ઘર વાસણો, ફ્રીજ, ટીપાઈ, બાજોઠ, પિતર વાસણો, રજાઈ, ગાદલા સેટ, ખુરશી, બેડ રૂમ સેટ, રસોડા સેટ, બાથ રૂમ સેટ અપાયા હતાં. સાથે જમણવાર, મંડપ ડેકોરેશન પણ કરાયુ હતું. વધુમાં આ સમુહ લગ્નમાં બે તાંતણે બંધાનાર અમુક દીકરી – દીકરા ના માતા તથા પિતા સ્વર્ગવાસ થયા છે. જેઓના શાહી સમુહ લગ્નોત્સવ થતા તેઓની આંખોમાં હર્ષના આસુ આવી ગયા હતાં.