સુરતના વેસુ વિસ્તારમાં કન્સ્ટ્રકશન સાઇટ પર મોટી દુર્ઘટના ટળી
કન્સ્ટ્રકશન સાઇટ પર અંદાજિત 40 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો
ખાડામાં ધસી આવતા અધવેતા બંગલાની દીવાલોમાં ક્રેક પડવા લાગી
સુરતમાં અનેક જગ્યાએ નવી કન્સ્ટ્રકશન સાઈડો ચાલી રહી છે ત્યારે વેસુ વિસ્તારમાં કન્સ્ટ્રકશન સાઇટ પર મોટી દુર્ઘટના ટળી હતી. પાલિકાની પરવાનગી વિના જ ખાડો ખોદી દેવાતા માડી ધસી પડી હતી જો કે સદનસીબે જાનહાની થઈ ન હતી.
સુતના વેસુ વિસ્તારમાં આવેલા અધવેતા બંગલોની બાજુમાં નવી કન્સ્ટ્રકશન સાઇટ પર અંદાજિત 40 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. જેની માટી ગત્ પાંચ તારીખે બપોરે ધસી પડતા મોટી દુર્ઘટના ટળી હતી, જ્યારે માટી ધસી પડી ત્યારે મજૂરો જમવા ગયા હતા, ઘટના બાદ આસપાસમાં રહેતા લોકોએ કામનો વિરોધ કર્યો હતો, પરંતુ બિલ્ડર અને કોન્ટ્રાક્ટરે કામ બંધ કર્યું ન હતું. જ્યારે આજે વધારે પ્રમાણમાં માટી ધસી આવતા અધવેતા બંગલાની દીવાલોમાં ક્રેક પડવા લાગી હતી. જેના કારણે રહેવાસીઓએ ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચ્યા બાદ પોલીસ અને અઠવા ઝોનની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક કામ બંધ કરાવ્યું હતું. જાણવા મળ્યું હતું કે આ કામ ગેરકાયદેસર કરવામાં આવી રહ્યું હતું. જેની કોઈ પણ પ્રકારની મંજૂરી પાલિકામાથી લેવામાં આવી ન હતી.