હેપ્પી એક્સલેન્સિયામાં 7માં માળે લાગી હતી ભીષણ આગ.
બિલ્ડિંગના 3 માળ સુધી આગ ફેલાઈ હતી.
ફાયરની 10 ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો.
સુરતના વેસુ વિસ્તારમાં આવેલ હેપ્પી એક્સેસએનસીયાના બ્લોક U-1માં ભીષણ આગ લાગી હતી જેમાં ત્રણ માળ આગની ચપેટમાં આવી ગયા હતા,આગ પ્રસરતા બે થી ત્રણ માળ આગની ચપેટમાં આવતા ઘર બળીને ખાખ થઈ ગયા હતા,કેમ આગ લાગી તેનું કારણ અકબંધ છે,તો ઘટનાની જાણ થતાની સાથે જ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી પણ ઘટચના સ્થળે પહોંચ્યા હતા.
સુરતમાં ફરી ભીષણ આગ લાગવાની ઘટના બની હતી જેમાં વેસુ વિસ્તારમાં આગ લાગતા ફલેટમાં દોડધામ મચી હતી,આગ કેમ લાગી તેનું કારણ હજી અકબંધ છે,તો ફલેટમાંથી લોકો બહાર નીકળી રહ્યાં છે અને ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવા માટેની કામગીરી કરાઈ રહી છે,મહત્વની વાત તો એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી,ફાયર વિભાગની સાથે એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી તો પોલીસની ટીમ પણ ઘટના સ્થળે છે. સુરત ફાર વિભાગને કોલ મળ્યો હતો કે વેસુના એક ફલેટમાં ભયંકર આગ લાગી છે,ત્યારે ઘટનાની જાણ થતાની સાથે ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થયા હતા,પાંચ કરતા વધારે ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે,હાલ બિલ્ડિંગમાં કોઈ ફસાયું નથી જેના કારણે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો,હાલ ફાયર વિભાગના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઘટનાની જાણ થતાની સાથે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમનું કહેવું છે કે,કોઇ જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના ટળી છે અને આગ કાબૂમાં છે કુલિંગની કામગીરી ચાલુ છે.9મા માળે આગ લાગી હતી, ઘર ખાલી હતુ અને 40 લોકોને બહાર કાઢ્યા બાદ 18 લોકો અંદર હતા તેમને સુરક્ષિત રીતે બહાર કાઢી દેવામાં આવ્યા છે,તરત જ આગ બુઝાવવાની કામગીરી કરાઇ હતી,મારા અનેક મિત્રો પણ બિલ્ડિંગમાં હતા.