પલસાણાના જોળવાની મિલમાં ભીષણ આગની ઘટના
આગ લાગતાની સાથે જ કામદારોમાં ભાગદોડ મચી
ફાયરની ટીમે આગ કાબૂમાં લેવા માટેના પ્રયાસો શરૂ કર્યા
પલસાણા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો
પલસાણા તાલુકાના જોળવા ગામની એક મિલમાં આજે બપોરે ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતાની સાથે જ મિલમાં કામ કરી રહેલા કામદારોમાં ભાગદોડ મચી ગઈ હતી, જોકે સદભાગ્યે અત્યાર સુધીમાં કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી.
આગની જાણ થતાં તાત્કાલિક પલસાણા અને બારડોલી ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળ પર દોડી આવી હતી. ફાયરની ટીમોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા છે. બીજી તરફ, પલસાણા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા તેમજ તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. આગ એટલી ભીષણ હતી કે મિલમાં રાખેલી સામગ્રીને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાની શક્યતા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હાલ જાણી શકાયું નથી. જોકે, આગની આ ઘટનાના કારણે દિવાળીનો તહેવાર નજીક હોવા છતાં મિલમાં કામ કરતા મજૂરોમાં ભારે ચિંતા ફેલાઈ છે, કારણ કે આ ઘટનાથી તેમના રોજગાર પર અસર થવાની સંભાવના છે…
