સુરત શહેરમાં ટ્રાફિક નિવારણ માટે મોટો નિર્ણય લેવાયો
શહેરમાં રિક્ષાના સ્ટેન્ડ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
ટ્રાફિક કરતા રિક્ષાવાળાઓ માટે પાર્કિંગ ફિક્સ કરાયા
હવે આડેધડ રીક્ષાઓ પાર્ક નહીં કરી શકાય
ટ્રાફિક કરતા રિક્ષાવાળાઓ માટે પાર્કિંગ ફિક્સ કરાયા
સુરતમાં ટ્રાન્સપોર્ટેશન માટે લોકોની પહેલી પસંદ હોય તેમ રિક્ષા ચાલકો માટે રિક્ષા સ્ટેન્ડ બનાવવા માટે 315 જેટલા સ્થળ ટ્રાફિક પોલીસ દ્વારા પસંદ કરાયા છે જે રિક્ષા સ્ટેન્ડ સુરત મહાનગર પાલિકા સાથે મળી ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરાશે.
સુરતમાં વધી રહેલી ટ્રાફિકની સમસ્યાને નિવારવા ટ્રાફિક પોલીસ હરહંમેશ અગ્રેસર છે ત્યારે સુરતના ટ્રાન્સપોર્ટેશનની અગ્રેસર વસ્તુ એવી રીક્ષા માટે સ્ટેન્ડની ટ્રાફિક પોલીસ દ્વારા સ્થળ પસંદગી કરાઈ છે. ટ્રાફિક ડીસીપી અનિતા વાનાણીએ જણાવ્યુ હતું કે સુરતમાં 315 જેટલા જુના અને નવા રિક્ષા સ્ટેન્ડ માટે જગ્યાનુ નિરિક્ષણ કરાયુ છે જે રિક્ષા સ્ટેન્ડ માટે સુરત મહાનગર પાલિકા સાથે મળી ચકાસણી કરી રિક્ષા સ્ટેન્ડ શરૂ કરાશે. જ્યાં રિક્ષા ચાલકો રિક્ષા લઈ ઉભા રહી શકશે. રિક્ષા સ્ટેન્ડ ખાતે કેટલી રિક્ષા ઉભી રહી શકે તે અંગે પણ બોર્ડ મરાશે અને મુસાફરો સહેલાઈથી રિક્ષામાં બેસી શકે તેવા પ્રયત્નો કરાશે તેમ કહ્યુ હતું સાંભળો શુ કહી રહ્યા છે ટ્રાફિક ડીસીપી અનિતા વાનાણી.