પાંડેસરા જીઆઇડીસીમાં બેફામ ટેમ્પા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો
અકસ્માતમાં ટેમ્પા ચાલકનું મોત
સુરતમાં અકસ્માતની વણજાર વચ્ચે પાંડેસરા જીઆઈડીસીમાં બેફામ ટેમ્પો ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો ચાલકનુ મોત નિપજ્યુ હતું.
સુરતમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો પરથી કાબૂ ગુમાવતા ડીવાઈડર સાથે અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ટેમ્પો ચાલકનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસે સ્થળે દોડી જઈ લાશનો કબ્જો વધુ તપાસ હાથ ધરી હતી.
