ગુજરાતમાં બગદાણાના નામે લડાઈ સમાજની કે વર્ચસ્વની

Featured Video Play Icon
Spread the love

ગુજરાતમાં બગદાણાના નામે લડાઈ સમાજની કે વર્ચસ્વની
બગદાણાના સેવક નવનીત બાલધિયા પર હુમલાનો મામલો.
ભાવનગર કોળી સમાજના વકીલ થયા એકજૂટ.
કોળી સમાજના વકીલોએ 6 સભ્યોની લીગલ ટીમની રચના કરી

ભાવનગર કોળી સમાજના વકીલ મંડળ દ્વારા નવનીતભાઈના કેસમાં ન્યાય અપાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ કેસની તપાસમાં કોઈ પણ પ્રકારની ઢીલાશ ન રહે અને નવનીતભાઈના આરોપીઓને તત્કાલ અને સખત સજા મળે તે હેતુથી વકીલ મંડળ દ્વારા 6 સભ્યોની એક સ્પેશિયલ લીગલ ટીમની નિમણૂક કરવામાં આવી છે.

ગુજરાતના રાજકારણમાં અત્યારે વિવાદનો નવો વંટોળ ભાવનગરના બગદાણામાં ઉભો થયો છે. આ વંટોળ વાવાઝોડું બનીને ગાંધીનગર સુધી પહોંચે એવી પણ સંભાવના છે. આમ તો મુદ્દો છે તળાજામાં એક કોળી યુવાન નવનીત બાલધીયાને માર મારીને વીડિયો બનાવવાનો. જેમાં બિનસત્તાવાર રીતે નામ ચગ્યું છે માયાભાઈ આહીરના દીકરા જયરાજનું. પહેલી નજરે તો આ વિવાદ માત્ર બે જૂથ વચ્ચેના અણબનાવ કે મારપીટનો લાગે. પરંતુ હવે આ ઘટનાને એવો રાજકીય રંગ લાગ્યો છે, જેની અસર છેક 2027ની વિધાનસભા ચૂંટણી સુધી જોવા મળે તો નવાઈ નહીં. કારણ કે એક તરફ છે ભાજપના કદ્દાવર નેતા અને મંત્રીના ભાઈ હીરા સોલંકી અને બીજી તરફ છે ભાજપના નેતા અને લોકસાહિત્યકાર માયાભાઈ આહીરનો દીકરો જયરાજ આહીર. જેના “પોલિટિકલ લોન્ચિંગ”ની પૂરજોશની તૈયારીઓ ચાલી રહી હતી અને આ બનાવ બન્યો.હવે ભાવનગર કોળી સમાજના વકીલ મંડળ દ્વારા નવનીતભાઈના કેસમાં ન્યાય અપાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. વકીલ મંડળના મહિલા અગ્રણીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, SIT દ્વારા કરવામાં આવતી તપાસ પર આ કમિટી બારીકાઈથી નજર રાખશે અને તપાસમાં કોઈ કચાસ ન રહી જાય તે માટે સતત રજૂઆતો કરશે. સમગ્ર ભાવનગરના કોળી સમાજના વકીલો આ લડતમાં એકજૂથ થઈને સાથે ઉભા છે અને પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે તત્પર છે તેવી ખાતરી આપવામાં આવી હતી.

માયાભાઈ આહિરનો દીકરો જયરાજ ભાજપમાં સક્રિય છે અને તે તળાજાથી 2027માં વિધાનસભાની ચૂંટણી લડે એવો તખ્તો માયાભાઈ ગોઠવી રહ્યા છે. આવા સમયે હીરા સોલંકી ‘એક કાંકરે ત્રણ પક્ષી’ મારી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તેઓ સમાજ માટે લડે છે કે વર્ચસ્વ માટે એ તો આવનારો સમય જ કહેશે, પણ તેના સંભવિત કારણો શું હોઈ શકે તે જાણીએ. વાત 2017ની છે. તે સમયે વિધાનસભા ચૂંટણીમાં રાજુલાથી હીરા સોલંકી ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા અને તેમની સામે કોંગ્રેસે અંબરીષ ડેરને ટિકિટ આપી હતી. એ વખતે કોળી બેલ્ટમાં એવી લહેર ચાલી કે હીરાભાઈ સોલંકીની હાર થઈ અને અંબરીશ ડેર જીતી ગયા. આ ચૂંટણીમાં કોંગ્રેસના અંબરીષ ડેર માટે માયાભાઈ આહીર પ્રચાર-પ્રસાર કર્યો હતો. જાણકારોના મતે આ વાત તે સમયે હીરાભાઈને ખટકી ગઈ હતી. તાજેતરમાં જ માયાભાઈના પુત્ર આગામી સમયમાં ચૂંટણી લડશે તેવી વાત સામે આવી. તેઓ તળાજાથી લડે તેવા પ્રયાસો થઈ રહ્યા હોવાનું મનાય છે. ભાવનગરના રાજકીય સમીકરણોને જોઈએ તો આ બાબત ક્યાંક ને ક્યાંક સોલંકી બંધુઓના વર્ચસ્વને અસર કરે એમ લાગે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *