ઉત્તર પ્રદેશથી સુરત ખાતે ફરવા આવેલ ગુમ થયેલ બાળ કિશોર

Featured Video Play Icon
Spread the love

ઉત્તર પ્રદેશથી સુરત ખાતે ફરવા આવેલ ગુમ થયેલ બાળ કિશોર
બાળ કિશોરને ઉમરા પોલીસે શોધી પરિવારને સોંપ્યો
પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો

ઉત્તર પ્રદેશથી સુરત ખાતે ફરવા આવેલ શ્રમિક પરિવારનો પાંચ દિવસથી ગુમ થયેલા બાળ કિશોરને ઉમરા પોલીસે શોધી પરિવારને સોંપતા પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

સુરતની ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત તારીખ 20 નવેમ્બર 2025ના રોજ ગોડાદરાથી ગુમ થયેલો બાળક ઉમરા પોલીસને મળ્યો હતો. વાત એમ છે કે ગુમ થયેલો બાળક પોતાના પરિવાર સાથે સુરત શહેર ખાતે ફરવા આવ્યો હતો. આ દરમિયાન ગોડાદરા ખાતે તેના સગા સંબંધીને ત્યાં રોકાયેલો હતો. તે વખતે એકલો બહાર નીકળી ગયેલો અને રસ્તો ભટકી જતાં શહેર વિસ્તારમાં પાંચ દિવસથી રખડતો ભટકતો રહ્યો હતો. આ દરમિયાન આ બાળક કારગિલ ચોક પાસે પોલીસના નજરે પડતા નિરાધાર જણાતા તેની મદદ કરતા આ બાળકે પોતે ગુમ થઈ ગયો હોવાનું જણાવતા ઉમરા પોલીસ મથકે લાવી વિશેષ પૂછપરછ કરતા પોતે મુસ્તકિમ પેડારી અને ઉત્તર પ્રદેશનો હોવાનું જણાવ્યુ હતું. જેના આધારે સંબંધિત ડુંગરીયાગંજ પોલીસનો સંપર્ક કરી ગામના સરપંચનો સંપર્ક કરી આ ગુમ બાળકના માતા અને પરિવારનો સંપર્ક કર્યો હતો.

બાળકના પિતા મુંબઈ કામ કરતા હતા તેઓનો સંપર્ક કરી તેઓ ઉમરા પોલીસ સ્ટેશન ખાતે આવતા આ ગુમ થયેલા બાળકનો મિલાપ કરાવવામાં આવ્યો હતો. તો આ ગુમ બાળક બાબતે ગોડાદરા પોલીસ સ્ટેશન ખાતે ગુમ અપહરણ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે પોલીસે જણાવ્યુ હતું કે આ લોકો ભુવા બાવા અને મસ્જિદમા જઈને પણ તપાસ કરાવી. તેઓએ નવા નવા પેતરા બતાવ્યા તો પણ ના મળ્યો આખરે પોલીસે વિશ્વાસ જીત્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *