ફોરેક્ષ ટ્રેડીંગ કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટથી લાખો પડાવી ઠગાઈ

Featured Video Play Icon
Spread the love

ફોરેક્ષ ટ્રેડીંગ કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટથી લાખો પડાવી ઠગાઈ
મુંબઈથી ઠગને સુરત સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યો
શાહબાઝ શબ્બીર અબ્દુલ્લા શેખને ઝડપી પાડ્યો

ફોરેક્ષ ટ્રેડીંગ કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાથી વાર્ષિક 70 ટકા રીર્ટન મળશે તેવી લાલચ આપી લાખો પડાવી લેનાર ઠગને મુંબઈથી સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યો છે.

સુરત સાયબર ક્રાઈમમાં નોંધાયેલી ફરિયાદમાં ફરીયાદીએ જણાવ્યુ હતુ કે આરોપીઓએ એચ.વાય.એફ.આઈ.એન. માર્કેટ લીમીટેડ ફોરેક્ષ ટ્રેડીંગ કંપનીમાં ઈન્વેસ્ટ કરવાથી વાર્ષિક 70 ટકા રીટર્ન મળશે તેવી વાત કરી તેઓ પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટોમાં 29 લાખ 6 હજારથી વધુ ટ્રાન્સફર કરાવી કોઈ રૂપિયા વિડ્રો ન કરવા દઈ ઠગાઈ આચરાઈ હતી. જે ફરિયાદના આધારે સાયબર ક્રાઈમની ટીમે તપાસ હાથ ધરી મુંબઈ ખાતેથી ઠગ આરોપી એવા શાહબાઝ શબ્બીર અબ્દુલ્લા શેખને ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેની ધરપકડ કરી હતી. તો આરોપીએ ઠગાઈમાં ગયેલ રૂપિયામાંથી 3 લાખ 61 હજારથી વધુ મળ્યા હોવાની કબુલાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *