નાંદોદ તાલુકાના સુંદરપુરા ગામે આયુષ મેળો યોજાયો

Featured Video Play Icon
Spread the love

નાંદોદ તાલુકાના સુંદરપુરા ગામે આયુષ મેળો યોજાયો
આયુષ મેળામાં વિવિધ રોગોનું તબીબો દ્વારા નિદાન
મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનોએ લાભ લીધો

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા આયુષ નિયામકની કચેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ હોસ્પિટલ અને નર્મદા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા નાંદોદ તાલુકાના સુંદરપુરા ગામે વેરાઈ માતા મંદિર પ્રાંગણમાં આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ગામના અગ્રણી અને પૂર્વ સંસદીય સચિવહર્ષદભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અગ્રણી હર્ષદભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, આપણી ભારતીય સંસ્કૃતિની વર્ષો જૂની પરંપરા આયુર્વેદ અને યોગ પદ્ધતિએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર વિશ્વને નિરોગી જીવનનો સંદેશ આપ્યો છે. આપણાં વડીલો- પૂર્વજો પણ તમામ રોગોનું નિદાન આયુર્વેદ ચિકિત્સા થકી જ કરતા હતા. રાજપીપલા સ્થિત ફાર્માસી દ્વારા વિવિધ ઔષધિય છોડ-ઝાડ ઉગાડી તેનું જતન કરી વિવિધ ઐષધી બનાવવામાં આવે છે. આ ઔષધિઓ ખૂબજ અસરકારક અને રોગોને જડમૂળથી મટાડી શકે તેવી હોય છે, તેની શરીરમાં કોઈ આડ અસર પણ રહેતી નથી. તેથી આયુર્વેદ ચિકિત્સાને અપનાવીએ તેવી અપીલ કરી હતી. આ આયુષ મેળો ગામના તથા આસપાસના ગામોના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આયુષ મેળામાં વિવિધ સ્ટોલના માધ્યમથી હૃદયરોગ, ઉચ્ચ રક્તચાપ, ડાયાબિટીસ, થાયરોઇડ, સંધિવાત, આમવાત, ત્વચા રોગો, પાચન તંત્રના રોગો, શ્વસન તંત્રના રોગો તેમજ આંખ, કાન, નાક અને ગળાના રોગો અંગે તબીબો દ્વારા નિદાન કરવામાં આવ્યું હતું. ઉપરાંત પંચકર્મ સારવાર જેમ કે અભ્યંગ, સ્વેદન, વમન, વિરેચન, બસ્તિ, રક્તમોક્ષણ, નસ્ય તથા અગ્નિકર્મ વિષયક માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ સ્થળે યોગા ટીમ દ્વારા યોગાભ્યાસ અને યોગ નિદર્શન થકી યોગ ચિકિત્સા પદ્ધતિ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. સાથે ઔષધિય છોડનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *