સુરતમાં વધી રહેલી બળાત્કારની ઘટનાઓ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં વધી રહેલી બળાત્કારની ઘટનાઓ
17 વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજારનાર બનેવીની ધરપકડ
સ્મીમેર સારવાર માટે લઇ જવાતા બનેવીનો ભાંડો ફૂટી ગયો

સુરતમાં વધી રહેલી બળાત્કારની ઘટનાઓ વચ્ચે સગીરા પર બળાત્કાર ગુજારનાર તેના બનેવીની ધરપકડ કરાઈ છે.

સુરતના લિંબાયતની 17 વર્ષીય સગીરા પર તેની માસીની દીકરીના પતિએ દાનત બગાડી શારીરિક સંબંધ બાંધ્યા હતા. જેમાં સગીરાને 5 મહિનાનો ગર્ભ રહી ગયો હતો. સગીરાને પેટમાં દુખતા તેણીને સ્મીમેર સારવાર માટે લઇ જવાતા બનેવીનો ભાંડો ફૂટી ગયો હતો. જેમાં 25 વર્ષીય બનેવી ગોડાદરામાં રહે છે અને ઓનલાઇન ડિલીવરીનું કામ કરે છે. સગીરાની માતાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા લિંબાયત પોલીસે પોસ્કો અને રેપની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. વધુમાં 17 વર્ષની સગીરાની તેની માતા અને આરોપી બનેવી સાથે હોસ્પિટલ ગયા હતા. જ્યાં તબીબી તપાસમાં સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. જેમાં સગીરાની પૂછપરછમાં આરોપી બનેવીનું નામ સામે આવતા તેની ધરપકડ કરાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *