માંડવીમાં વિધાનસભાનો કાર્યકર્તા સંમેલનનું આયોજન કરાયું
400 જેટલા કાર્યકરોએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો
સંમેલન મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં યોજાઇ હતી
માંડવી ખાતે ભારતીય જનતા પાર્ટી 157 માંડવી વિધાનસભાનો કાર્યકર્તા સંમેલન મંત્રી કુવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં યોજાયું. આ કાર્યક્રમમાં માંડવી તાલુકાના કોંગ્રેસ તાલુકાના કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરભાઈ ચૌધરી તથા માજી જિલ્લા પંચાયત સભ્ય અરવિંદ રાઠોડ ની આગેવાની હેઠળ અંદાજે 400 જેટલા કાર્યકરોએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો
આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. ની ચૂંટણીમાં માંડવી અરેઠ બંને તાલુકા પંચાયત ભાજપ કબજે કરશે: મંત્રી કુંવરજીભાઈ હળપતિ. માંડવી ખાતે ભારતીય જનતા પાર્ટી 157 માંડવી વિધાનસભા નો કાર્યકર્તા ઓનું સંમેલન મંત્રી કુવરજીભાઈ હળપતિ ના કાર્યાલય સામે મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ ના અધ્યક્ષ અને યોજાયું હતું જેમાં સાંસદ પ્રભુભાઈ વસાવા સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ તથા મહામંત્રી રાજેશભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં યોજાય હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ એ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા અને સંસદ પ્રભુભાઈ વસાવા એ ભાજપ સરકાર દ્વારા વણથંભી વિકાસ ગાથા ની માહિતી આપી હતી. કાર્યક્રમના અધ્યક્ષ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે 24 વર્ષ અગાઉ માંડવી ની શું હતી અને હાલની પરિસ્થિતિ શું છે જે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સતત ચાલી રહેલ વિકાસના કારણે થઈ છે અને આ પ્રસંગે માંડવી તાલુકા કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરભાઈ ચૌધરી તથા અરવિંદભાઈ રાઠોડ એ ભાજપ સરકારની વિકાસ ની નીતિ ના કારણે તેમની આગેવાનીમાં 400 થી વધુ કાર્યકરોએ કોંગ્રેસને રામરામ કરી ભાજપનો ભગવો ખેસ ધારણ કરી કોંગ્રેસના સૂપડા સાફ કર્યા છે. આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ અને અનિલભાઈ ચૌધરી તેમજ સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
