સુરત મહિધરપુરા પોલીસે લાખોના ગાંજા સાથે એકને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત મહિધરપુરા પોલીસે લાખોના ગાંજા સાથે એકને ઝડપ્યો
ઓરિસ્સાવાસીને ઝડપી ગાંજો, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો
આરોપી અલી બનમાલી નાહકને ઝડપી પાડ્યો

સુરત શહેર પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સિટી અભિયાન હેઠળ મહિધરપુરા પોલીસે બાતમીના આધારે લાખોના ગાંજા સાથે ઓરિસ્સાવાસીને ઝડપી ગાંજો, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મીણા તથા નાયબ પોલીસ  કમિશનર રાઘવ જૈન સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ ડીયુ બારડની ટીમ પીએસઆઈ બીબી કાતરીયા સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો પ્રતાપસિંહ તથા અપોકો પૃથ્વીસિંહને મળેલી બાતમીના આધારે સુમુલ ડેરી રોડ રેલ્વે પાર્સલ ઓફીસ પાસે સુરભી હોસ્પિટલ નજીકથી પસાર થતા ઓરિસ્સાવાસી અલી બનમાલી નાહકને ઝડપી પાડી તેની પાસેના થેલાની ઝડતી લેતા તેમાંથી 10 લાખથી દુની કિંમતનો 2 કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી આવતા ગાંજો, મોબાઈલ અને રોકડ સહિતની મત્તા કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *