ભાવનગરમાં બાસ્કેટબોલ લીગ 6 સીઝન સ્માશે:

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં બાસ્કેટબોલ લીગ 6 સીઝન સ્માશે:
8 ફ્રેન્ચાઇઝી 256 ખેલાડીઓ અને 512 મેચનો રોમાંચ.
બાસ્કેટબોલ લીગનો 7 જુલાઈથી પ્રારંભ

ભાવનગરમાં સિદસર રોડ પર આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એક મહિના માટે બાસ્કેટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે, જેમાં નેશનલ લેવલ જેવી બાસ્કેટબોલ ઈવેન્ટનુ સુંદર આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતનામાં છઠ્ઠી વખત ભાવનગર બાસ્કેટબોલ લીગનું આયોજન કરવામાં આવ્યું છે, આ ટુર્નામેન્ટ જુલાઈ માસના દર શનિવાર-રવિવારના રોજ બે સેશનમાં રમાડવામાં આવશે, ભાવનગર ખેલાડી સિલેક્ટ થાય તેવા ઉદ્દેશ સાથે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે

ભાવનગર ખાતે બાસ્કેટબોલ લીગ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું છે. આ ટૂર્નામેન્ટમાં ટોટલ 512 મેચ રમાડવામાં આવશે, ટુર્નામેન્ટમાં કુલ 1236 જેટલા પ્લયેર્સનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાથી ટુર્નામેન્ટ માટે 256 પ્લયેર્સનું સિલેકસન કરવામાં આવ્યું છે. જેમાં 128 છોકરા અને 128 છોકરીઓની પસંદગી થયેલ છે. આ ટૂર્નામેન્ટમાં ટોટલ 512 મેચ રમાડવામાં આવશે. જેમાં દરેક મેચ જુલાઈ માસના દર શની-રવિ રમાડવામાં આવશે. આ લીગમાં એક ટીમમાં 4 પ્લેયર્સ હોય છે. આ ટુર્નામેટ્સમાં અલગ અલગ ચાર કેટેગરી રાખવામા આવેલી છે. જેમાં U 14, U-16, U-18, U-18 થી ઉપર પ્લેયર્સનો સમાવેશ થાય છે. આ ટુર્નામેન્ટ એક મહિનાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં આઠ ફ્રેન્ચાઇઝીઓ ભાગ લઈ રહી છે દરેક ટીમ 14 લીગ મેચ રમશે, દરેક શ્રેણીમાં ટોચની ટીમ ઓફ ક્વોટર ફાઇનલમાં આગળ વધે છે અને ચેમ્પિયન નક્કી કરવા માટે સેમિફાઇનલ અને ત્યારબાદ ગ્રાન્ડ ફાઇનલ યોજાશે..

બે સેશનમાં દરરોજ 80 મેચો રમાડવામાં આવશે ભાવનગરમાં બાસ્કેટબોલને લઈને ઉત્સાહ દર વર્ષે વધી રહ્યો છે, આ વખતે સીઝન સિક્સ માટે લીગ ટ્રેલ માટે 1256 ખેલાડીઓએ નોંધણી કરાવી છે, તો આ લીગ દ્વારા ભાવનગરના બાસ્કેટબોલ ખેલાડીઓમાં જાગૃતતા જોવા મળી છે, તેમાંથી આ ટુર્નામેન્ટ માટે ટોટલ 256 ખરેલાડીઓ સવારે 6:30 કલાકથી 11 સુધી સાંજે 4 થી 8 સુધી બે સેશનમાં દરરોજ 80 મેચો રમાડવામાં આવશે, જે 8 ટીમના અલગ-અલગ કેપ્ટન હેઠળ પ્રકટિસે કરી રહી છે, આ ટુર્નામેન્ટનું ઓપનિંગ સેરેમની સાત જુલાઈના રોજ થશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *