સુરતની નાંદુબા સ્કૂલમાં એબીવીપીનો હોબાળો

Featured Video Play Icon
Spread the love

સુરતની નાંદુબા સ્કૂલમાં એબીવીપીનો હોબાળો
શાળાનો મેન ગેટ ખોલી અંદર ઘૂસીને હોબાળો
વિદ્યાર્થીઓ પર કરાયેલા અયોગ્ય વ્યવહારનો વિરોધ કર્યો

સુરતના અલથાણ ખાતે આવેલી નંદુબા સ્કુલને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષધ દ્વારા આવેદન પત્ર આપી વિદ્યાર્થીઓ પર કરાયેલા અયોગ્ય વ્યવહારનો વિરોધ કર્યો હતો.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના દ્વારા અલથાણ ખાતે આવેલી નંદુબા સ્કુલને આવેદન પત્ર આપી રજુઆત કરાઈ હતી કે સ્કૂલ દ્વારા ઘણા બધા વિદ્યાર્થીઓને ફી ભરવા છતાં પણ આગળની ફી વસૂલવા માટે ખરાબ વ્યવહાર કરાઈ રહ્યો છે અને ગેટની બહાર ઊભા રહીને જે ત્રાસ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને એ બાબત અયોગ્ય છે અને ફીસ ભરાવવા બાબતે પણ એક યોગ્ય રીતે પ્રોસેસ કરી અને ફીસ ભરવા આવે તથા આપની સ્કૂલમાં પરીક્ષાની હોલ ટિકિટ બાબતે પૂરતી સુવિધા ન હોવાના કારણે વિદ્યાર્થીઓને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરી કરવું પડી રહ્યું છે. તેથી હોલ ટિકિટ વિતરણની વ્યવસ્થા આપ ક્લાસ રૂમમાં કરવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓને ખોટી તકલીફો ઊભી ના થાય અને સ્કૂલ દ્વારા જે વિદ્યાર્થીઓને વર્તન કરવામાં આવ્યું છે એ અયોગ્ય છે, ફીસ ભરવા માટે વિદ્યાર્થીઓ પર કોઈપણ જાતનું દબાણ કરી શકાતું નથી તો નંદુબા સ્કુલમાં બાઉન્સર રાખવા તે પણ અયોગ્ય હોય અને કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ફી ભરી હોવા છતાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટ માટે કેમ્પસની બહાર સ્કૂલના ભણવાના સમયે ઊભા રાખવા તે અયોગ્ય છે. સહિતની માંગણી કરી હતી. સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે જો 48 કલાકના સમયગાળામાં યોગ્ય કાર્યવાહી ના કરવામાં આવી તો એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરાશે જેની સંપૂર્ણ જવાબદારી આપની સંસ્થાની રહેશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *